<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

મોરબી નવનિયુક્ત શહેર તેમજ તાલુકા ભાજપ પર અભિનંદન વર્ષા.

મોરબી જીલ્લા, શહેર તેમજ તાલુકાના ભાજપ આગેવાનો દ્વારા તેમને અભિનંદન શુભકામનાઓ પાઠવાઈ

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : તાજેતરમાં જ મોરબી શહેર ભાજપ મહામંત્રી તરીકે સફળતા પૂર્વક પોતાનો કાર્યકાળ પૂર્ણ કરનાર રિષીપભાઈ કૈલાની મોરબી શહેર ભાજપ પ્રમુખ તરીકે તેમજ મોરબી જીલ્લા યુવા ભાજપ પ્રમુખ તરીકે સંગઠનમાં ઉલ્લેખનીય કામગીરી કરનાર વિશાલભાઈ ઘોડાસરાની મોરબી તાલુકા પ્રમુખ પદે વરણી કરવામાં આવતા તેમના પર અભિનંદન વર્ષા થઈ રહી છે. સાથો સાથે મોરબી જીલ્લા, શહેર તેમજ તાલુકાના ભાજપ આગેવાનો દ્વારા તેમને અભિનંદન શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

બન્ને નવ નિયુક્ત પ્રમુખોએ પ્રદેશ ભાજપ, જીલ્લા ભાજપ સહીત આગેવાનોએ પોતાના પર વિશ્વાસ મુકવા બદલ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને શહેર અને તાલુકાના વિકાસ માટે કટીબદ્ધ હોવાનુ તેમજ સંગઠનને વધુને વધુ મજબુત બનાવવા પોતે સતત કાર્યશીલ રહેવાનું જણાવ્યું હતુ.

(7:05 PM IST)