<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

આહિર સમાજનુ ગૌરવ : "ફાર્માકોલોજી"માં પીએચ.ડી.થતા ડો.મનોજકુમાર સુવા : સાર્વત્રિક અભિનંદન વર્ષા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :જામનગરના રહેવાસી ડૉ. મનોજકુમાર અરજણભાઈ સુવાએ ફાર્મસી વિધા શાખામાં ફાર્માકોલોજી, વિષયવસ્તુ: "લોહતત્વની ઉણપ અને તેની સારવાર માટે સુક્રોસોમિયલ આયર્નની તુલનાત્મક પ્રીક્લિનિકલ અને ક્લિનિકલ અસરકારકતા અને સહનશીલતા" સંશોધન કાર્ય કરી માર્ગદર્શક : ડૉ. પ્રવીણ તિરગર (ડિરેક્ટર અને પ્રોફેસર, આર.કે. યુનિવર્સિટી)ના માર્ગદર્શન હેઠળ આર.કે. યુનિવર્સિટી, રાજકોટમાં પીએચ.ડી.ની ડીગ્રી મેળવી આહિર સમાજનુ ગૌરવ વધારેલ છે.
ડો.મનોજકુમાર સુવા જામનગર વતની અને ગીર પંથકના સન્માનિય આહિર સમાજના "વાઢેર પરિવાર"ના રસુલપરા-ગીરના પૂર્વ સરપંચ નગાજણભાઈ વાઢેરના જમાઈ છે.તેઓએ અધ્યાપક તરીકે રાજકોટ ખાતે સેવાઓ આપેલ છે. હાલ અમદાવાદ સ્થિત કંપની એજીએમ છે. તેમની આ સિદ્ધિથી (મો.૮૦૦૦૫૯૬૫૯૭)પર સાર્વત્રિક અભિનંદન વર્ષા થઈ રહેલ છે.

(9:26 PM IST)