News of Thursday, 26th December 2024
ભાવનગરમાં મહિલા બુટલેગરના મકાનમાં ત્રણ લાખનો દેશી દારૂ ઝડપાયો
મહિલા બુટલેગર સહિત છ શખ્સને ઝડપી લીધા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૬: સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમ ગત મોડી રાત્રિના સમયે ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, કુંભારવાડા નારી રોડ અવેડા સામે રહેતી મહિલા બુટલેગર જુબેદાબેન કાસમભાઇ શેખ અને તેનો ભાગીદાર રસુલભાઈ ઈસ્માઈલભાઈ ઘાંચી દેશી દારૂનો જથ્થો રાખી તેનું છૂટક વેચાણ કરે છે. આ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જુબેદાબેન કાસમભાઈ શેખના મકાનમાં દરોડો પાડી પ્લાસ્ટિકના બાચકામાં ભરેલ ૧૩૬૦ લિટર દેશી દારૂની ૨૭૨ મોટી કોથળીઓ તેમજ રૂમમાં રાખેલ ૧૦૦ લીટર દેશી દારૂ મળી ફૂલ ૧૫૬૦ લિટર દેશી દારૂ, કિં. રૂ.૨,૯૨,૦૦૦/- તેમજ ૦૫ મોબાઇલ ફોન, કિં. રૂ. ૫૧,૦૦૦/- મળી કુલ રૂ.૩,૪૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મહિલા બુટલેગર ઝુબેદાબેન કાસમભાઈ શેખ, તેના ભાગીદાર રસુલ ઇસ્માઈલભાઈ ઘાંચી, મહિલા બુટલેગરના ત્રણ દીકરા યાકુબ, મહેબુબ, સોહીલ કાસમભાઇ શેખ અને સુરેશ સામંતભાઈ ચૌહાણ ( રહે. તમામ કુંભારવાડા નારી રોડ વેડા પાસે ) ની ધરપકડ કરી હતી. દેશી દારૂનો જથ્થો બુટલેગરો નડિયાદ બાજુથી મંગાવતા હોવાનું અને છેલ્લા દોઢ માસથી શંકરભાઈ (રહે. ખેડૂતવાસ વાળા) પાસેથી મંગાવતા હોવાનું ઝડપાયેલા બુટલેગરે પોલીસને જણાવ્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂનો જથ્થો કબજે કરી યાકુબ કાસમભાઈ શેખ, સુરેશ સામંતભાઈ ચૌહાણ, રસુલ ઈસ્માઈલભાઈ શેખ, મહેબુબ કાસમભાઈ શેખ, સોહિલ કાસમભાઇ શેખ, જુબેદાબેન કાસમભાઇ શેખ અને શંકર વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાવી કાર્યવાહી હાથધરી છે.(
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
