તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૩ ગુરૂવાર
News of Thursday, 26th December 2024
ગીરનાં ગામડાઓમાં બે દાયકા બાદ ધમધમી મીની ઓઇલ મીલો
વર્તમાન સમયમાં ભેળસેળ યુક્ત તેલથી પોતાના આરોગ્ય ને બચાવવા લોકો, ખેડૂતો વળ્યા સીંગતેલ તરફ

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા.૨૬: ગીર સોમનાથના કોડીનાર સહિત સૌરાષ્ટ્રનાં મોટા ભાગનાં વિસ્તારમાં મોટી સંખ્યામાં તેલ કાઢવાની મીની મિલો ધમધમતી થઈ છે. આ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં લગભગ ૨૦૦ થી વધુ મીની મિલો ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થઈ છે.જે પૈકી કોડીનાર તાલુકા માંજ ૮૦ જેટલી મીની ઓઇલ મિલ શરૂ થઈ છે. એક અંદાજ મુજબ રોજની ઓછામાં ઓછી ૪૫૦ ખાંડી (૯૦૦ મણ અને ૧,૮૦,૦૦૦ કિલો) મગફળીનું પીલાણ થઈ રહ્યું છે. એક ખાંડી મગફળી માથી લગભગ અંદાજે ૮ ડબ્બા તેલ નીકળે છે.એટલે કે ગીર સોમનાથ જિલ્લાની મીની મિલોમાં રોજના ૩૬૦૦ આસપાસ સિંગતેલનાં ડબ્બા તૈયાર થાય છે.જેમાં છેલ્લા એકાદ મહિના માજ લગભગ સવાથી દોઢ લાખ સિંગતેલનાં ડબ્બાનું ઉત્પાદન થતું હોવાનો અંદાજ છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં કેટલા ડબ્બા તેલનું ઉત્પાદન થતું હશે ?. કોડીનારમાં ઘણા ખેડૂતો તો જાતે જ મગફળી પીલાવી સીંગતેલ પોતાના સગા વ્હાલાઓ ને વેંચી રહ્યા છે. ત્યારે આવનારા દિવસો માં ફરી ગુજરાત અને દેશમાં સિંગતેલનું રાજ છવાય તેવુ લાગી રહ્યું છે. કારણ કે કોડીનારના લોકો તો ધીમે ધીમે ઘાણી કઢાવેલું સીંગતેલ ખાવાનું પસંદ કરી રહ્યા છે. કેમ કે બજારમાં વેચાતા અન્ય તેલનાં ડબ્બા કરતા લોકોને પૈસામાં ફાયદો તો થાય જ છે. પરંતુ સાથે સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતો તો પોતાની મગફળીનું તેલ પોતે જ કઢાવીને આખું વર્ષ ઘાણીનું તેલ ઉપયોગમાં લઈ રહ્યા છે ત્યારે હવે શહેરીજનો પણ સારૂ તેલ ખાવા માટે યાર્ડ માંથી અથવા તો ખેડૂતો પાસેથી જરૂરી મગફળી ખરીદી આખા વર્ષનું તેલ મીની ઓઇલ મિલોમાં કઢાવી ને વર્ષભર તેનો ઉપયોગ રસોઈમાં કરી રહ્યા છે.આનું કારણ છે.તેલના દિન પ્રતિદિન વધતા ભાવો અને ભેળસેળ યુક્ત તેલથી સ્વાસ્થ્ય અંગે જાગળતિ.જાત જાતના ફિલ્ટર તેલ દરરોજના ભોજનમાં ઉપયોગ કરવાથી તેની સીધી અસર મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર પડે છે. જ્યારે ઘરેલુ ઘાણીનું નજર સમક્ષ કઢાવેલું સીંગતેલ કે તલનું તેલ સ્વાસ્થ્ય માટે ઉમદા છે.સારા તેલનો રોજિંદા ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે તો ડોકટર પાસે જવું પડતું નથી. તેવું શહેરીજનો સમજી રહ્યા છે.કદાચ ઘાણી કઢાવેલું તેલ થોડું મોંઘુ પડી શકે પરંતુ તે આરોગ્ય માટે ઉત્તમ રહે છે. વળી નજર સમક્ષ જ આ તેલ નીકળતું હોય ભેળસેળની સંભાવના રહેતી નથી.વર્ષ દરમ્યાન આવું તેલ પણ સારૂ રહે છે અને તેની ઓરીજીનલ સુગંધ પણ જળવાઈ રહે છે.
વર્ષો પહેલા અમારા વડવાઓ પોતાની જ મગફળીનું ઘાણી માં તેલ કઢાવીને સીંગતેલ ખાતા હતા.વચ્ચે જો અમારે મગફળીનું ઉત્પાદન ઓછું થયું હોય તો અન્ય ખેડૂત પાસેથી મગફળી ખરીદીને વર્ષ ભરનું સીંગતેલ તો ઘાણી નું જ ખાવાનું. ખેડૂત પુત્ર હોવાને નાતે અમેતો વર્ષોથી પોતે કઢાવેલું સીંગતેલ જ વપરાશમાં લઈએ છે. બજારમાં મળતા વિવિધ ફિલ્ટર તેલ કરતા ઘરની મગફળીનું તેલ અમોને પોષાય છે.અને સ્વાદ સુગંધથી ભરપૂર તેમજ સ્વાસ્થ્ય માટે પણ આ સીંગતેલ ઉમદા છે. તેથી અરસીભાઈ ઝાલા ખેડૂત તથા અમે જ્યારથી ઘાણી નું સીંગતેલ કઢાવીને રસોઈ માં ઉપયોગ કરતા થયા ત્યારથી અમારા પરિવારે ડોકટર પાસે જવાની જરૂર નથી પડી.નજર સમક્ષ જ શુદ્ધ સીંગતેલ તૈયાર થાય અને આખું વર્ષ સારૂ રહે છે. તેથી રાજુભાઈ પંડ્યા (સિવિલ એન્જિનિયર સુત્રાપાડા પાલિકા) અને મગફળીની સિઝન દરમ્યાન અમો તો વર્ષોથી ઉમદા મગફળી યાર્ડ માંથી ખરીદી તેનું મીની ઓઇલ મિલમાં તેલ કઢાવીને જ અમે રસોઈમાં ઉપયોગ કરીએ છીએ.બજારમાં મળતા અન્ય કેમિકલ દ્વારા ફિલ્ટર થતા તેલ કરતા ઘાણી માં કઢાવેલું તેલ અને તેમાં પણ સીંગતેલ અત્યંત સ્વાસ્થ્યવર્ધક છે.વળી વર્ષભર સારૂ રહે છે. તેમ પરાગભાઇ ચૌહાણ (ઘાણીનું તેલ કઢાવનાર) એ જણાવ્યું છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
