<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

હનુમાન ચાલીસાનો સાર ભજન છે પૂ. મોરારિબાપુ

તંજાવુર રામકથાનો પંચમ્‌ દિવસીય ભજન સંવાદ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૬:  દક્ષિણ ભારતના તંજાવુર નામના ઐતિહાસિક અને પૌરાણિક નગરમાં ગવાઈ રહેલી માનસ માનસ હરિ ભજન રામ કથા આજે પાંચમા દિવસે શિવ વિવાહ તથા રામજન્‍મથી વિરામ પામી.

પુ મોરારીબાપુએ ભજન સંવાદમાં પ્રવેશ કરતા આજે કહ્યું કે જગતના બધા અનુષ્ઠાનોમાં શ્રમ હોય છે પરંતુ ભજન એ વિશ્રામ છે,પાયો પરમ વિશ્રામ. આપણે ભજનના ક્રમ ને અંકિત કરીએ તો તે સાધુ પછી બીજા ક્રમે આવે છે અને બ્રહ્મ અને એટલે કે પરમાત્‍મા પણ ભજન પછી આવે છે.કારણ કે કયારેક પરમાત્‍માએ પણ કોઈને કોઈ નાના મોટા હેતુઓ સાથે કંઇક કરવું પડતું હોય છે. હૃદય કોષનો બીજો શબ્‍દ એ ભજન છે.કથાનું કેહનાર અને સાંભળનાર બંનેમાંથી કોઈને પણ થાકનો અનુભવ થતો નથી. કારણ કે કથા એ પણ ભજન છે,સાધુ ફલદાયી છે. ઉપનિષદોનો સાર ભગવદ્‌ ગીતા છે ભગવત ગીતાનો સાર રામ કિંગકરજીના કહેવા પ્રમાણે રામચરિત માનસ છે અને માનસનો સાર સુંદરકાંડ છે, સુંદરકાંડનો સાર હનુમાન ચાલીસા છે. હનુમાન ચાલીસાનો સાર એ ભજન છે.પ્રેમ એ ભજન છે ફરીદને કોઈએ પૂછયું કે આશીર્વાદ આપો તો તેણે કહ્યું કે તને કોઈથી મોહબ્‍બત થઈ જાય તેથી સબકો ગલે લગામ સે ચલો એ પણ એક ભજન છે. શાષાનું જ્ઞાન કેટલું હોય પરંતુ લાગણી ન હોય તો ! પ્રેમમાં કોઈ પરાયું લાગતું નથી. જ્‍યોત સે જ્‍યોત જલાતે ચલો. પ્રેમ ન થઈ શકે તો કોઈનાથી નફરત તો ન જ થાય. અંધારું ન મિટાવી શકીએ તો દીવો જરૂર પ્રગટાવી શકીએ.માણસ એ રત્‍નકાર છે, અમળતનો સાગર છે.

 બાપુએ આજે પાણી, વળક્ષ વગેરેને બચાવવા માટે સૌથી થઈ શકે એટલા ્‌પ્રયત્‍નો કરવા અનુરોધ કર્યો. એટલું જ નહીં અટલ બિહારી બાજપાઈની જન્‍મ જયંતી તથા મદનમોહન માલિક માલવયાજીની જન્‍મ જયંતી નિમિત્તે તેમને અંજલી અર્પણ કરવામાં આવી.

કથાના ક્રમમાં હિમાલયને ત્‍યાં ફરી સતીનો જન્‍મ અને પછી શિવ સાધનાથી શિવની પ્રાપ્તિ, શિવ વિવાહના વિવિધ સ્‍વરૂપો અને પછી રામજન્‍મની કથા ભાવવહી રીતે ગવાઈ હતી. રામ એ સત્‍ય છે અને સૌના કલ્‍યાણ માટે તેમનું અવતરણ છે. તે બાબતો કથામાં ખૂબ જ બખૂબી વણી લેવાતાં શ્રોતાઓ મંત્રમુગ્‍ધ થયાં હતા.

   આજની કથામાં તંજાવુરના મહારાણી અને વડોદરાના રાજપરિવારના દિકરી એવાં સુશ્રી ગાયત્રીબા રાજ ઉપસ્‍થિત રહ્યા હતાં.તંજાવુર રામકથા તા ૨૯-૧૨-૨૪ ને વિરામ પામશે. તેમ તખુભાઇ સાંડસુરની યાદીમાં જણાવ્‍યું છે.

(11:46 AM IST)