<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

કાલથી સુરેન્‍દ્રનગરમાં ગ્‍લોબલ ઝાલાવડ મેગા એક્ષ્પોઃ ભુપેન્‍દ્રભાઇના હસ્‍તે ઉદ્‌ઘાટન

દેશ-વિદેશ તથા સ્‍થાનીકોની ર૦૦ થી વધુ કંપનીઓના સ્‍ટોલઃ પ લાખ લોકો ૩ દિવસ દરમિયાન ભાગ લેશે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તથા. ર૬ :  સુરેન્‍દ્રનગર શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્‍ડ સાયન્‍સ કોલેજ ખાતે આગામી તા.૨૭ થી ૨૯ ડિસેમ્‍બર સુધી ત્રિદિવસીય ગ્‍લોબલ ઝાલાવાડ મેગા એક્ષ્પો-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્‍યું છે જેને આવતી કાલે રાજ્‍યના મુખ્‍યમંત્રીના હસ્‍તે ખુલ્લુ મુકવામાં આવશે. ત્રણ દિવસ દરમ્‍યાન અંદાજે પાંચ લાખ જેટલા લોકો મુલાકાત લે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.

ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા આગામી તા.૨૭ થી ૨૯ ડિસેમ્‍બર સુધી ઁગ્‍લોબલ ઝાલાવાડ મેગા એક્ષ્પોઁનું આયોજન કરવામાં આવ્‍યું છે. આવતીકાલે રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે સવારે ૧૦-૦૦ કલાકે ખુલ્લું મુકવામાં આવશે. એક્ષ્પોમાં જિલ્લાના નાના અને મધ્‍યમ ઉદ્યોગો તેમજ રાજ્‍ય અને દેશ લેવલની પ્રખ્‍યાત અંદાજે ૨૦૦થી વધુ કંપનીઓ ભાગ લેશે. જિલ્લાના નાના ઉદ્યોગકારોને પોતાની પ્રોડક્‍ટના વેચાણ માટે રાજ્‍ય અને દેશવ્‍યાપી પ્‍લેટફોર્મ મળી રહેશે. સમિટમાં યુવા ઉધોગકારોને પ્રોત્‍સાહન આપવા યુથ મિટીંગ સહીતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. સમિટના આયોજક ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝની ટીમના કિશોરસિંહ ઝાલા, નરેશભાઈ કૈલા સહિતનાઓ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એક્ષ્પો દરમ્‍યાન દરરોજ રાત્રે ગઝલ, મ્‍યુઝીકલ નાઈટ સહિતના સાંસ્‍કળતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.

ત્‍યારે સુરેન્‍દ્રનગર શહેરમાં હાલમાં શહેરીજનોમાં પણ ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે અને ગ્‍લોબલ ઝાલાવાડ બિઝનેસ ઝાલાવાડ સમળદ્ધ ઝાલાવાડ જેવા સૂત્રો સાર્થક થાય તેવા પ્રયાસો હાલમાં હાથ ધરવામાં આવી રહ્યા છે ત્‍યારે સુરેન્‍દ્રનગર શહેરમાં ઠેર ઠેર ગ્‍લોબલ ઝાલાવાડના બેનરો પણ લાગ્‍યા છે અને મોટી માત્રામાં તેનો પ્રચાર પણ કરવામાં આવ્‍યો છે તેના કારણે સંપૂર્ણપણે સફળતા પ્રાપ્ત થાય તેવા પ્રયાસો આયોજકો દ્વારા હાથ ધરવામાં આવ્‍યા છે ત્‍યારે અમેરિકાથી પણ ખાસ મહેમાનો ઝાલાવાડમાં ગ્‍લોબલ ઝાલાવાડ માણવા માટે આવવાના હોવાનું પણ આયોજકો દ્વારા જણાવવામાં આવ્‍યું છે ત્‍યારે હાલમાં સુરેન્‍દ્રનગર વઢવાણ કોઠારીયા રોડ ઉપર આવેલ એસ એસ વાઈટ કંપની ના માલિક રાહુલભાઈ શુક્‍લ તેમજ મીનાબેન શુક્‍લ પણ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી અને આ કાર્યક્રમને સફળ બનાવશે અને તેમની સલાહ સૂચન મુજબ જ આયોજન હાથ ધરવામાં આવ્‍યું હોવાના કારણે ઝાલાવાડમાં આવનાર સમયમાં મોટો ફાયદો થશે તેવું પણ હાલમાં અંદાજ લગાવવામાં આવી રહ્યું છે ત્‍યારે આવતીકાલે ગ્‍લોબલ ઝાલાવાનું ઉદ્ધાટન સવારે ૯:૩૦ કલાકે ગુજરાતના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવનાર છે અને ત્રણ દિવસમાં સાંસદો તેમ જ અન્‍ય ધારાસભ્‍યો તેમ જ કંપનીઓના માલિકો અને બહારથી પણ મોટી માત્રામાં મહેમાનો ગ્‍લોબલ ઝાલાવાડની મુલાકાતે આવનાર હોવાનું હાલમાં આયોજકો દ્વારા જણાવવામાં આવ્‍યું છે.

(11:51 AM IST)