News of Thursday, 26th December 2024
અમરેલી જિલ્લામાં યુક્રેન યુધ્ધના કારણે હિરા ઉદ્યોગમાં મંદી
પહેલા પ૦ હજાર રત્ન કલાકારોને રોજી મળતી હવે ૧ર હજારને જ મળે છે

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ર૬ : રશિયા અને યુક્રેન ના યુદ્ધના કારણે ગળહ ઉદ્યોગ પડી ભાંગ્યો ૫૦ હજાર રત્ન કલાકારો ની જગ્યા એ માત્ર દસ થી બાર હાજાર રત્ન કલાકારોને રોજી રોટી મળે છે તો આ હીરા યુનિટની સામે ગુજરાત સરકાર સામુ જોવે તેવી સાવરકુંડલા ડાયમંડ એસોસિયેશન ના પ્રમુખ કરશન ભાઈ ડોબરિયા એ માગ કરેલ હતી
આ અંગે સાવરકુંડલા ડાયમંડ એસોસિયેશન ના પ્રમુખ કરશન ભાઈ ડોબરિયા એ જણાવેલ હતું કે
અમરેલી જિલ્લામાં ૫૦ હજાર રત્ન કલાકારો અને ૨૫૦૦ થી ૩૦૦૦ યુનિટો શરૂ હતા જેમાં રશિયા યુક્રેનના યુદ્ધ ચાલુ થયું પછી ઘટતા ઘટતા હજાર થી બારસો આખા અમરેલી જિલ્લામાં શરૂ છે અને ૫૦ હજાર રત્ના કલાકારો માંથી માત્ર ૧૦ થી ૧૨ હજાર રત્ન કલાકારો ને રોજી રોટી મળે છે અને બાકી ના રત્ન કલાકારો હીરા ધસવવા માંથી નીકળી ગયા અને પૂરો માલ મળતો ન હોવાથી અડધા કારખાના શરૂ અને અડધા.કારખાના બંધ છે તેના કારણે પૂરી રોજદારી મળતી નથી તેવી અતિ ખરાબ પરિસ્થિતિ રત્ન કલાકારોની અને હીરાના કારખાના દરોની છે ત્યારે હજારો માણસોને રોજદારી મળતી હીરા યુનિટ સામે ગુજરાત સરકાર થોડું વિચારણા કરી તો ૫૦ હજાર માણસો ને રોજી રોટી મળતી થઈ જાય અને કારખાના ઓ ફરી ધમધમ થઈ જાય આ અમરેલી જિલ્લો પછાત છે આ જિલ્લો હીરા ઉદ્યોગ ઉપર નિર્ભય છે આ જિલ્લો ખેતી ઉપર નભિ રહ્યો છે એટલે ગુજરાત સરકાર આ હીરા ઉદ્યોગ ને ફરી ધમધમતો અને ચેતનવંતો બનાવવા કમર કસવી જોઈએ તેવી માગ કરશનભાઈ ડોબરીયા એ કરેલ છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
