<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

સાવરકુંડલામાં પ્રૌઢ સાથે રૂા.૪,૪૮,૭૦૦ ની છેતરપીંડી

શેરબજારમાં રોકાણ કરવા અને નફો આપવાની લાલચ આપી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ર૬ :  સાવરકુંડલા હાથસણી રોડ શ્રીજી નગરમાં રહેતા મનિષભાઈ રમેશભાઈ ભટ ઉ.વ.૪૩ નામના વેપારીને મુળ ચોરવાડના હાલ અમદાવાદ રહેતા કેવીન પ્રવિણભાઈ ભટ ઉર્ફે જયેશ વિનોદભાઈ વાઢેર તેની સિવાય ઇન્‍વેસ્‍ટમેન્‍ટ નામની કંપની મારફતે શેરબજારમાં આઈ.પી.ઓ.માં રોકાણ કરવા અને નફો આપવાની લાલચ આપી મનિષભાઈ પાસેથી રૂા. ૨, ૯૦, ૭૮૬ રોકાણ કરાવેલ તેમજ તેના નફાના રૂા. ૧,૫૭, ૯૧૩ સહિતની કુલ રકમ રૂા.૪,૪૮, ૭૦૦ થોડા દિવસમાં પરત આપી દેવાના ખોટા વાયદા કરી જીતુમીયા એહમદખાન ધાસુરા રહે.પાલનપુર અને કેવીન પ્રવિણભાઈ ભાગીદાર હોવાનું જણાવી બંનેએ કાવતરું રચી મનિષભાઈ સાથે છેતરપીંડી કર્યાની સાવરકુંડલા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતમાં પરીણીતાને મારકુટ કરી ત્રાસ

મુળ ધારીના વિરપુર ગામની સુરત પરણાવેલ ચેતનાબેન નિકુલભાઈ ચોડવડીયા ઉ.વ.૩૪ ધારીના વિરપુર ગામે રહેતા હાલ સુરત નિકુલ રમેશભાઈ રમેશ ચોડવડીયા જયાબેન રમેશભાઈ ચોડવડીયા રહે. વિરપુર હાલ સુરતવાળાઓએ શારીરીક અને માનસિક દુઃખ ત્રાસ આપી કામકાજ અંગે મેણા મારી પતિ નિકુલે ગાળો બોલી મારકુટ કરી મુળ ઈજા પહોંચાડી સાસુ જયાબેને જાનથી મારી નાખવાની ધમકી આપી કરીયાવરની માંગણી કરી ગુનો કર્યાની ધારી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અમરેલી હુડકો સરકારી કવાર્ટસમાં પ્રૌઢ ઉપર હુમલો

અમરેલી તાલુકાના ફતેપુર રોડ ઉપર હુડકો સરકારી કવાટર્સમાં રહેતા જાનીભાઈ દેવાભાઈ રાઠોડ ઉ.વ.૪૦ સરકારી કવાર્ટસમાં રહેતા હોય. જેથી તેના નાના અને મોટાભાઈ બચુ દેવાભાઈ તથા ભુટો દેવાભાઈ રાઠોડે સરકારી કવાર્ટસમાં પોતાનો ભાગ માંગતા હોય. અને કવાર્ટસમાં રહેવા માંગતા હોય. જેથી ભાગ આપવાની તથા રહેવા દેવાની ના પાડતા લાકડી અને ઢીકાપાટું વડે મારમારી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની અમરેલી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પંજાબ બેંકના પાર્કીગમાથી બાઈક ચોરાયું

ગાંધીબાગ નજીક સુખઅમરધામ મંદિર પાસે પંજાબ બેંકના પાર્કીંગમાંથી સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ જી.જે. ૧૪ એ. ઈ. ૭૨૭૫ રૂા. ૨૦ હજારનું કિંમતનું કોઈ ચોરી ગયાની નરેન્‍દ્રભાઈ લક્ષ્મીચંદ્ર ટીલવાણીએ અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

થોરડીમાં પરીણીતાની છેડતી કરી

સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે રહેતી કંચનબેન અતુલભાઈ પરમારના દિયર હરેશભાઈએ અગાઉ શૈલેષ નનુભાઈ બરવાળીયા વિરુધ્‍ધ એટ્રોસીટીની ફરિયાદ કરેલ. જે ગુનામાં સમાધાન કરી નાખવા માટે શૈલેષે સાડી ખેંચી છેડતી કરી ગાળો બોલી જ્ઞાતિપ્રત્‍યે હડધુત કરી ઝેરી દવા પીવડાવી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:20 PM IST)