News of Thursday, 26th December 2024
અમરેલી એલસીબીએ ૩ તસ્કરને ઝડપી લીધા : પ.૩પ લાખનો મુદ્દામાલ જપ્ત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૬ : ઘરફોડ ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યોને રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના મળી કુલ કિ.રૂ.૫,૩૫,૮૮૪/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, અમરેલી, ભાવનગર, રાજકોટ શહેરના કુલ - ૧૧ ઘરફોડ ચોરીના ગુનાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ ઝડપી પાડેલ છે.
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
(૧) અજય ઉર્ફે બોડીયો જયંતિભાઈ ઝાપડીયા, ઉ.વ.૨૧, રહે.તુરખા, ચામુંડા માતાજીના મંદીર પાસે, તા.ગઢડા, જિ.બોટાદ હાલ રહે. સુરત, શ્રીરામ ચોકડી, બંબા ગેઇટ પાસે, હાઉસીંગ સોસાયટી, તા.જિ.સુરત.
(૨) ગોપાલભાઈ શિવાભાઇ પરમાર, ઉ.વ.૫૦, રહે.પાલીતાણા, ગરાજીયા રોડ, ભીલવાસ, તા.પાલીતાણા, જિ.ભાવનગર હાલ રહે. સુરત, બંબા ગેઇટ, લક્ષ્મણનગર ઝુપડપટ્ટી, તા.જિ.સુરત.
(૩) શ્યામ ઉર્ફે બાડો ઉર્ફે શંભુ આતુભાઈ પટેલીયા, ઉ.વ.૩૦, રહે.ગરાજીયા, રૂખડ ભગતની વાવ પાસે, તા.પાલીતાણા, જિ.ભાવનગરને ઝડપી પાડેલ છે.
(૧) ભરત ઉર્ફે પથુડો મનુભાઈ વાઘેલા, રહે. નવાણીયા, તા.વલ્લભીપુર, જિ.ભાવનગરની શોધખોળ હાથ ધરી છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એ.એસ.આઇ. જાવેદભાઈ ચૌહાણ, મહેશભાઈ સરવૈયા, અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. મનિષભાઈ જાની, રાહુલભાઈ ઢાપા, કિશનભાઈ આસોદરીયા, તુષારભાઈ પાંચાણી, મહેશભાઈ મુંધવા તથા પો.કોન્સ. વરજાંગભાઈ મુળીયાસીયા, હરેશભાઇ કુંવારદાસ તથા લાઠી પોલીસ સ્ટેશન પો.સ.ઈ. સુ.શ્રી એચ. જે. બરવાળીયા તથા લાઠી પો.સ્ટે. ના હેડ કોન્સ. શૈલેષભાઈ કામળીયા, રમેશભાઈ કોતર તથા પો.કોન્સ. વિશ્વદીપસિંહ ગોહિલ, સુનિલસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
