<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

ધ્રોલના જસાપરમાં નાતાલ નિમિત્તે હિન્‍દુ સેનાએ કાર્યક્રમ બંધ કરાવ્‍યો

(મુકુંદ બદિયાણી દ્વારા), જામનગર, તા. ર૬ : જામનગરના ધ્રોલ તાલુકા પાસે આવેલ જસાપર ગામે નાતાલ નિમિત્તે ક્રિヘન મિશનરી દ્વારા સ્‍થાનિક મજૂરો તેમજ નાના કામના લોકોને એકત્રિત કરી લગભગ ૨૫૦ થી ૩૦૦ લોકોને સાથે રાખી મોટી પાર્ટીનું આયોજન નાતાલ ઉજવવા માટે કરેલ અને ધર્માંતરને લગતી પ્રવળત્તિ થયેલ ના સમાચાર હિન્‍દુ સેનાને મળતા ગુજરાત હિન્‍દુ સેનાના પ્રમુખ પ્રતીક ભટ્ટના કહેવાથી ધ્રોલના હિન્‍દુ સેના પ્રમુખ ગૌરવભાઈ મહેતા અને તેમની સાથે સૈનિકો દ્વારા આ કાર્યક્રમ બંધ કરાવેલ તેમજે આ કાર્યક્રમ સમાપ્ત કરી આપી આ લોકોને ખુલ્લી ચેતવણી આપેલ હતી.જસાપર મા ક્રિヘન મિશનરી દ્વારા આજે મોટા કાર્યક્રમમાં હિન્‍દુ સેના પહોંચી કાર્યક્રમમાં કરાવ્‍યો રદ કરાવ્‍યો હતો. (૯.ર૮)

 

(1:25 PM IST)