News of Thursday, 26th December 2024
વેરાવળમાં ૪૫ મકાનો પર બુલડોઝર
શાહીગરા કોલોનીમાં ૩.૫ કરોડની ૩૫૮૪ ચો.મી. જગ્યા ખુલ્લી કરાવતી નગરપાલિકા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા., ર૬: શાહીગરા કોલોનીમાં સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બની ગયેલા ૪૫ પાકા મકાનો ઉપર નગરપાલીકા તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે. આ ડીમોલેશનની કામગીરી અંતર્ગત ૩.૫ કરોડની ૩૫૮૪ ચો.મી. (૧૦ હજાર ગજ) જેવી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.
આ અંગે નગરપાલિકાના અધિકારી જેઠાભાઈ સોલંકીએ જણાવેલ કે, મહેક સ્કુલની બાજુમાં રેલ્વેની દિવાલને અડીનેઆવેલ પડતર સરકારી જમીન ઉપરથી નિકળતા વરસાદી પાણીના વેણમાં ૪૫જેટલા પાકા મકાનો ગેરકાયદેસર રીતે બની ગયા હતા. જેને દુર કરવા માટેમામલતદાર દ્વારા સ્થળ મુલાકાત કરીને કબ્જા ધારકોને અઠવાડીયામાં મકાનોહટાવવા સુચના આપેલ તેમ છતાં કોઈએ હટાવ્યા ન હતા. જેથી પાલીકાનો સ્ટાફ ૧ જેસીબી અને ૨૨ ટ્રેક્ટરો સાથે દબાણો હટાવવા પહોચી ગયો હતો.
આ જમીનની બજાર કિંમત રૂ.૩.૫ કરોડ જેવી થાય છે. પોલીસના રક્ષણ વગર પણ નગરપાલીકાએ આયોજન મુજબ ડીમોલેશનની કામગીરી હાથ ધરી હતી.
તાલુકા અને શહેર
પ્રમુખની વરણી
વેરાવળ તાલૂકા પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ નરસિંહભાઈ ડોડીયા,વેરાવળ-પાટણ શહેર પ્રમુખ શૈલેષભાઈ ભગવાનદાસ મેસવાણીયા,કોડીનાર તાલૂકા પ્રમુખ જીતેન્દ્રભાઈ ધીરૂભાઈ બારડ,કોડીનાર શહેર પ્રમુખ અજયભાઈ બાબુભાઈ પરમાર,તલાળા તાલૂકા પ્રમુખ સંજયભાઈ ઉકાભાઈ અકબરી,તલાળા શહેર સુનીલકુમાર રમણીકલાલ ગંગદેવ,સુત્રાપાડા તાલૂકા પ્રમુખ પ્રતાપભાઈ લખમણભાઈ બામણીયા, સુત્રાપાડા શહેર સુરસિંહ અરસીભાઈ મોરી,ગીર ગઢડા તાલૂકા પ્રમુખ ધર્મેશભાઈ લાલજીભાઈ રાખોલીયા,ઉના તાલૂકા પ્રમુખ હિરેનભાઈ વીરાભાઈ બાંભણીયા ઉના શહેર મનિષભાઈ કનૈયાલાલ કારીયાની વરણી કરવામાં આવી છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
