News of Thursday, 26th December 2024
ભાવનગરમાં બોરતળાવમાં નાકા પાસે ઓવર બ્રીજની કામગીરી દરમિયાન ગેસની લાઈનમાં અચાનક ભંગાણ
ગુજરાત ગેસનાં સ્ટાફે મેઈન વાલ બંધ કરી લીકેજ લઈને રિપેર કરી: મોટી દુર્ઘટના ટળી હતી

જયપુર ગેસ દુર્ધટનાની આગ હજુ ઠંડી પડી નથી તેવામાં ભાવનગરમાં બોરતળાવમાં નાકા પાસે ઓવર બ્રીજની કામગીરી કરતી વખતે ગુજરાત ગેસની લાઈનમાં અચાનક ભંગાણ થયું હતું.અને બોરતળાવ જેવા ભરચક વિસ્તારમાં ગેસ લાઈન લીકેજ થતાં થોડો સમય સુધી નસ ભાગ મચી જવા પામી હતી.આ ધટનાની જાણ થતાની સાથેજ પોલીસ ફાયર બ્રિગેડ અને ગુજરાત ગેસની ઇમરજન્સી સવસ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો.અને ગુજરાત ગેસનાં સ્ટાફે મેઈન વાલ બંધ કરી લીકેજ લઈને રિપેર કરી હતી.જોકે મોટી દુર્ઘટના ટળી હતી. .
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
