News of Thursday, 26th December 2024
વેરાવળની ૧૦ સરકારી કચેરીના ૩.૬૫ કરોડનો બાકી વેરો : પાલિકાએ અનેકવાર નોટિસો પાઠવી છતાં ઉદાસીનતા : આખરી વોરન્ટ

વેરાવળ, તા.૨૬: વેરાવળમાં સરકારી કચેરીઓની ટેક્સ કરવેરાની બાકી લેણી રકમ મુદ્દે પાલિકા કચેરી અધિક્ષક દિગંત દવેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરમાં કાર્યરત કેન્દ્ર-રાજય સરકારની અનેક કચેરીઓ છેલ્લા ઘણા વર્ષોથી પાલિકાના ટેક્સ કરવેરાની બાકી રકમ ભરપાઈ કરવામાં ઉદાસીનતા દાખવી રહી છે. આ તમામ કચેરીઓને કરવેરાની બાકી રકમ ભરવા માટે અનેકવાર નોટિસો પણ પાઠવવામાં આવી, છતાં ભરપાઈ કરી નથી. બાદમાં આર.સી.એમ. અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ બાકી કરવેરાની રકમની વસૂલાત કરવાની કામગીરી ઝડપી અને અસરકારક રીતે કરવા સુચના આપી હતી. જેને લઈને શહેરમાં કાર્યરત ૧૦ જેટલી સરકારી કચેરી પાસે બાકી રૂ.૩.૬૫ કરોડની કરવેરાની રકમ વસૂલ કરવા આખરી નોટિસ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યા છે.
આ સરકારી કચેરીઓમાં સૌથી વધુ મેરીટાઈમ બોર્ડ બંદર પાસે રૂ.૧.૬૫ કરોડ, જેટકો પાસે રૂ.૭૨.૪૧ લાખ, રેલવે સ્ટેશનના રૂ.૫૫.૨૪ લાખ, પોસ્ટ ઓફિસ કચેરીના રૂ.૩૪.૯૩ લાખ, તાલુકા પંચાયત કચેરીના રૂ.૧૩.૩૮ લાખ, એફ.સી.આઈ ગોડાઉનના રૂ.૧૦.૧૦ લાખ, ડીઈઓ કચેરીના રૂ.૯.૩૮ લાખ, સિંચાઈ કચેરીના રૂ.૨.૪૧ લાખ, મામલતદાર કચેરીના રૂ.૧.૮૮ લાખ.
સુત્રાપાડા તથા પ્રભાસપાટણમાં સમુહ લગ્ન
અખીલ ગુજરાત કારડીયા રાજપુત સમાજના પ્રમુખ ગુજરાત રાજય ના પુર્વ કેબીનેટ મંત્રી જશાભાઈ બારડ રાહબારી માર્ગદર્શન હેઠળ દર વર્ષે સમુહ લગ્નનું આયોજન થાય છે જેમાં કન્યાઓને ફીકસ ડીપોટીઝ સાથે અનેક કરીયાવર ની વસ્તુઓ આપવામાં આવે છે તા.૨/૨/૨૫ ના રોજ વસંત પંચમીના દિવસે સમુહલગ્ન યોજાશે. જેમાં કોઈપણ યુવક યુવતીઓ સમાજ ના પ્રભાસપાટણ સમસ્ત કોળી સમાજ નવ યુવક મંડળ દ્વારા તા.૧૬/૨/૨૫ ના રોજ સમહ લગ્ન નું આયોજન કરવામાં આવેલ છે પ્રમુખ લખમણભાઈ સોલંકી ની અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતી મીટીગ માં ગીર સોમનાથ પ્રમુખો, આગેવાનો જોડાયેલ હતા.
ઉપલાપાડામાં જુગાર રમતા
૧૧ ઝડપાયા
સુત્રાપાડા તાલુકાના ઉપલાપાડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોય તેવી બાતમી મળતા દરોડો પાડતા લાખા જોધાભાઈ કામળીયા,રાજેશ પોલાભાઈ ચુડાસમા,રામસી દાનાભાઈ મોરી,જોધા પાલાભાઈ કામળીયા, સરમણ ભીમભાઈ કામળીયા,મુકેશ કાનભાઈ જેઠવા,નિલેષ ભાણાભાઈ રાઠોડ,ભરત પ્રતાપભાઈ ઝાલા, વજુ ઉર્ફે વિનય રામભાઈ કામળીયા,દેવજી ભીમાભાઈ ચૌહાણ, સુરેશ નારણભાઈવાજા ને રોકડા રૂા. ૩૪૬૮૦ સાથે ઝડપી પાડેલ હતા.
સોમનાથમાં નાતાલને
લઈને ભારે ભીડ
સોમનાથમાં નાતાલને લઈને ભારે ભીડ જામેલ છે હોટલો હાઉસ ફુલ થયેલ છે ટ્રસ્ટ, પોલીસ, વહીવટી તંત્ર તરફથી મીની વેકેશનમાં વ્યવસ્થાઓ ગોઠવાયેલ છે.
સોમનાથ મંદિરે દર્શન કરવા માટે દેશ વિદેશથી ભાવિકોની ભારે ભીડ ઉમટી રહી છે સોમનાથ ટ્રસ્ટ ના તમામ ગેસ્ટ હાઉસો, ડોર મેટરી હાઉસફુલ થયેલ છે તેમજ પ્રભાસપાટણ શહેર માં આવેલ તેમજ બાયપાસ ઉપર આવેલ હોટલો પણ હાઉસફલ થયેલ છે તા.૨૫ થી ૩૧ સુધી દરરોજ હજારો શિવ ભકતો દર્શનાર્થે ઉમટી પડશે જેને લઈને ટ્રસ્ટ ના ભાલકા,ભીડીયા, ગીતા મંદિર, ત્રીવેણી સંગમ, રામ મંદિર માં પણ ભકતો ઉમટી પડે છે જેથી આ વિસ્તારમાં રેસ્ટોરન્ટ,નાના પાથરણા વાળાઓ તેમજ અનેક ધંધાર્થીઓને મોટી આર્થિક ફાયદો થઈ રહેલ છે ભારે ભીડ ને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા,ગીર સોમનાથ એસ.પી મનોહરસિંહ જાડેજા, જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ વ્યવસ્થાનું આયોજન કરેલ છે.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
