તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
News of Thursday, 26th December 2024
વારસાઇ જમીનમાં ભાઇનું નામ છુપાવી ખોટી એન્ટ્રી પાડવાના કિસ્સામાં અપીલ મંજુર કરતા ડે.કલેકટર

રાજકોટ, તા.૨૬: સોમનાથ જિલ્લાના ગીરગઢઠા તાલુકાના ખીલાવાડ ગામે ખોટી વારસાઇ એન્ટ્રી પાડવાના કિસ્સામાં વારસદાર ( અભય ઝાલાવાડીયાએ કરેલ અપીલને ઉનાના ડેપ્યુટી કેલેકટર મંજુર કરતો હુકમ કરેલ છે.
કેસની હકીકત જોવામાં આવે તો ગીરસોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ગામ ખીલાવડના રે.સ.નં.૧૧૨/૧ પૈકી ૧ ની ખેતીની જમીન હે.આરે.ચો.મી.૦-૬૪-૭૫ ધીરજલાલ ગંગજીભાઈ ઝાલાવડીયાના નામે રજીસ્ટર વેચાણ દસ્તાવેજ અનુ.નં.૨૩૭/૨૦૧૬ તા.૨૫/૦૫/૨૦૧૬ થી ખરીદ કરેલ છે. ત્યારથી સદરહુ ખેતીની જમીન તેમના નામે નોંધ નં.૪૭૩૮, તા.૨૫/૧૦/૨૦૧૬ થી પ્રમાણીત થયેલ છે. ત્યારથી સદરહુ ખેતીની જમીન તેમની માલીકી કબ્જા ભોગવટાની આવેલ છે. સદરહુ ખેતીની જમીન વારસાઈ ખેતીની જમીન આવેલ છે. તેમાં ધીરજલાલ ગગજીભાઈ ઝાલાવડીયાના તમામ કાયદેસરના અને સીધી લીટીના વારસદારોનો હક્ક, હિત, હિસ્સો આવેલ છે. સદરહું ખેતીની જમીન ધિરજલાલ ગગજીભાઈ ઝાલાવડીયાએ તેમની હયાતીમાં તેઓએ તેમના પુત્ર વિજયભાઈ ધીરજલાલ ઝાલાવડીના નામે હયાતીમાં હકક દાખલ નોંધ નં.૫૪૪૪, તા. ૧૭/૧૦/૨૦૨૦ થી રેવન્યુ રેકર્ડ હકકપત્રક માં ખોટી રીતે ગેરકાયદેસર મંડળી રચી સત્ય હકીકતો છુપાવી અને એન્ટ્રી પ્રમાણીત કરાવી લીધેલ છે.
ત્યાર બાદ તેમના બીજા પુત્ર અભય ધીરજલાલ ઝાલાવડીયાને ખબર પડતા તેમનો સદરહુ જમીનમાં કાયદેસરનો વારસાઈ હકક હોવાં છતાં તેઓનું નામ જાણી જોઈને ચડાવેલ નથી અને ખોટા તથા બોગસ ડોકયુમેન્ટસ બનાવી રેવન્યુ એન્ટ્રીમાં તેનો સાચા તરીકે ઉપયોગ કરી ફોજદારી ગુન્હો કરેલ હોય તેવુ પ્રથમ દર્શનીય રીતે જણાય આવે છે. જેના પુરાવાના ભાગ રૂપે તેમના પુત્ર અભય ધીરજલાલ ઝાલાવડીયા દ્વારા તેમના એડવોકેટ રાકેશ ટી. કોઠિયા મારફતે સામાવાળાએ પડાવેલ નોંધના સાધનીક પેપર્સ કઢાવતા તેમા સામાવાળા દ્વારા જ વારસાઈ આંબો-પેઢીનામુ રજૂ રાખેલ છે. તેમાં તમામ વારસદારો સ્પષ્ટ જણાવેલ છે. છતા વારસાઈ આંબા મુજબ નામો ચડાવેલ નથી અને ફકત એક પુત્રના નામે નોંધ પ્રમાણીત કરાવી લીધેલ.
ત્યારબાદ તેમના એડવોકેટ મારફતે કાયદાની જોગવાઈ મુજબ નાયબ કલેક્ટર સમક્ષ એવી અપીલ દાખલ કરેલ કે હયાતીમાં હકક દાખલ કરવાના હોય તો વારસાઈ આંબો-પેઢી નામા મુજબના તમામ વારરસદારોના નામ દાખલ થાય અને જેને હિસ્સો મળી ગયો હોય તેમના હકક કમી થાય પરંતુ આ કામમાં નોંધ નં.૫૪૪૪, ગેરકાયદેસર રીતે સામાવાળા નં.૧ તથા ૨ નાઓ મળી અને ગેરકાયદેસર મંડળી રચી અને જમીનમાં ભાગ આપવો ન પડે તે એકમાત્ર હેતુથી ખોટી રીતે નોંધ એકના નામે કરાવી લીધેલ હોય જેથી સદરહુ નોંધ રદ કરી જમીન મુળ ખાતે લઈ જવા હુકમ કરવા જણાવેલ અથવા વિકલ્પે વારસાઈ આંબા મુજબની એન્ટ્રી કરી આપવા અરજ છે.
ત્યાર બાદ અપીલમાં એવી રજુઆતો કરવામાં આવેલ છે કે રેવન્યુ એકાઉન્ટ મેન્યુઅલની જોગવાઈ મુજબ અને ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ, ૧૮૭૯ના પ્રકરણ-૧૦ હકકપત્રકની વિગતે કલમ ૧૩૫ (ડી)ની નોટીસ તમામ કાયદેસરના વારસદારોની બજાવવી ફરજીયાત હોવા છતાં અરજદારને ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ, ૧૮૭૯ની કલમ ૧૩૫(ડી) ની નોટીસ જાણી જોઈને બજાવેલ નથી. તેમજ અન્ય ત્રણ વારસદારોને પણ આ નોટીસની જાણ કરેલ નથી કે નોટીસ બજાવેલ નથી. જેથી પ્રથમ દૃષ્ટિએ સદરહુ ફેરફાર નોંધ નં. ૫૪૪૪ એકતરફી રીતે પ્રમાણિત થયેલ હોઈ રદ થવાપાત્ર છે. તેમજ પેઢીનામામાં દર્શાવેલ તમામ વારસદારોનું નામ દાખલ ફરજીયાત રીતે કરવું જોઈએ. સવાલવાળા કિસ્સામાં સર્કલ ઓફીસરશ્રી ધ્વારા આ વિગતને ધ્યાનમાં લીધા સિવાય આ કામના સામાવાળા નં. (૨) વિજયભાઈ ધિરજલાલ ઝાલાવડીયા એકલાનું નામ દાખલ કરેલ છે જે અમને અન્યાય કર્તા હોઈ રદ થવા પાત્ર છે. અને નોંધ રદ કરી વારસાઈ આંબા મુજબના તમામ વારસદારોના નામ ચડાવી આપવા હુકમ કરવા અરજ છે. આમ રાકેશ ટી. કોઠિયા દ્વારા અપીલમાં તમામ હકીકતો જણાવી રજુઆતો ધ્યાને લઈ નામદાર નાયબ કલેક્ટરે અરજદાર અભય ધીરજલાલ ઝાલાવડીયાની અપીલ અરજી મંજુર કરેલ છે. અને ખીલાવડ ગામની નોંધ નં.૫૪૪૪ તા.૦૧/૦૯/૨૦૨૦ ની નોંધ પડાવેલ હતી તે નામંજુર કરવા આથી હુકમ કરવામાં આવે છે.
આ કામમાં એપેલન્ટ અભય ધીરજલાલ ઝાલાવડીયા વતી રાજકોટના એડવોકેટ શ્રી રાકેશ ટી. કોઠીયા, એડવોકેટ એન્ડ નોટરી ભારત સરકાર તથા વિવેક અકબરી, એન.આર.કોઠીયા રોકાયેલા હતા.(૨૩.૧૩)
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
