<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

મીઠાપુર પોલીસ સ્ટેશનમાં લોક દરબાર અને આરંભડા ખાતે લોક સંવાદ યોજતા દેવભૂમી દ્વારકા જિલ્લાના એસ.પી. નિતેશ પાંડે

મીઠાપુર::ઓખામંડળ તાલુકાનાં ઔધોગિક શહેર મીઠાપુર ખાતે આવેલ મીઠાપુર પોલીસ સ્ટેશન માં દેવભૂમી દ્વારકા જિલ્લાના એસ પી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એસપીશ્રી દ્વારા મીઠાપુર પોલીસ સ્ટેશનમાં જ એક લોક દરબાર નું આયોજન કરી ઉપસ્થિત રહેલા આગેવાનો દ્વારા કરાયેલી રજૂઆતો ને સાંભળી ઘટતું કરવા કહ્યું હતું. લોક દરબાર બાદ આરંભડા ગામ ખાતે સ્થાનીક મહિલાઓ અને પુરુષો સાથે લોક સંવાદ યોજી તેમના પણ પ્રશ્નો ને વાચા આપવા કટિબદ્ધતા દર્શાવી હતી. પોલીસ અને પ્રજા વચ્ચે હંમેશા સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે તે હેતુથી આ આયોજન કરાયાનું એસ પી દ્વારા જણાવવામાં આવ્યું હતું.(તસ્વીર-અહેવાલ:દિવ્યેશ જટણીયા-મીઠાપુર)

(3:58 PM IST)