<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

કચ્‍છના માંડવી બીચ ઉપર ખુલ્લેઆમ દારૂ વેંચવાનો વીડિયો વાયરલ થયો ત્‍યારે પોલીસે આરોપી ઝડપ્‍યો : જુઓ વિડિઓ

સ્‍થાનિક પોલીસ અંધારામાં રહી એલસીબીએ આરોપી નશાની હાલતમાં ઝડપ્‍યો, બીચ ઉપર બીયર, દારૂના થઈ રહેલ વેંચાણે કાયદાના રક્ષકો સામે સર્જ્‍યા સવાલો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮ સોશ્‍યલ મીડિયા ઉપર માંડવી બીચમાં ખુલ્લેઆમ બૂમો પાડી દારૂ વેચવાનો વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં આ ઘટના ચર્ચાનું કેન્‍દ્ર બની હતી. ગાંધીનું ગુજરાત અને સુશાસન સાથેના વહીવટના દાવાઓ વચ્‍ચે આ રીતે જાહેરમાં વેચાતા દારૂ ના બનાવે કાયદો વ્‍યવસ્‍થા અને સ્‍થાનિક પોલીસની કામગીરી વિશે લોકોમાં ચર્ચા શરૂ થઈ હતી. જોકે, બે મહિના જૂનો આ વીડિયો ગઈકાલે જ વધુ વાયરલ થયો અને પヘમિ કચ્‍છ એલસીબી પોલીસે માંડવી પોલીસને સાઈડ માં રાખી આ દારૂ વેચનાર શખ્‍સ મોહનીશ મહેન્‍દ્ર ઉદાસીને ઝડપી પાડ્‍યો હતો. આરોપી પોલીસે ઝડપ્‍યો ત્‍યારે પણ દારૂના નશામાં હતો. આ વીડિયો આરોપી મોહનીશ ના મિત્ર કમલસિંહ અજીતસિંહ જાડેજાએ બનાવ્‍યો હતો. પોલીસે તેને પણ ઝડપ્‍યો હતો.

(9:50 AM IST)