<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

ખેલ મહાકુંભના પ્‍લેટફોર્મ થકી કબડ્ડીમાં નેશનલ કક્ષાએ કચ્‍છનું નામ રોશન કરનાર કળપા રાબડીયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ, તા.૨૮: રમત ગમતમાં શ્રેષ્ઠતા રાષ્‍ટ્ર માટે ગૌરવ લાવે છે અને રાષ્‍ટ્રના નાગરિકોના સ્‍વસ્‍થ અને સુખી સમાજનું નિર્માણ કરવામાં મદદ કરે છે. રમત ગમત સામાજિક અને સાંસ્‍કળતિક સીમાઓને એક કરીને રાષ્‍ટ્રને પણ એક કરે છે. ભાઈચારો અને સમુદાયના બંધનને પ્રોત્‍સાહન આપવા માટે રમત ગમત સિવાય કોઈ સહેલો રસ્‍તો નથી. આ જ હેતુ સાથે ભારતના પ્રવર્તમાન અને ગુજરાતના તત્‍કાલિન મુખ્‍યમંત્રી  નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ધદ્રષ્ટિથી ગુજરાત રાજ્‍યના સ્‍વર્ણિમ જયંતિ વર્ષ-૨૦૧૦થી મેગા ર્સ્‍પોટિંગ ઈવેન્‍ટ ‘ખેલ મહાકુંભ'ની શરૂઆત કરાઇ હતી. આજે ખેલ મહાકુંભ રાજ્‍યના રમતવીરો માટે પોતાનું કૌવત દર્શાવવા તથા રમત ગમત ક્ષેત્રે કારર્કિદી ઘડવામાં મહત્‍વની ઇવેન્‍ટ બની ચુકી છે. ત્‍યારે કચ્‍છના રમતવીરો આગામી ખેલમહાકુંભમાં મોટી સંખ્‍યામાં ભાગ લઇને રાજ્‍યને ગૌરવાન્‍વિત કરશે.

ખેલ મહાકુંભ થકી રમત-ગમત ક્ષેત્રે ઉચ્‍ચ સોપાન સર કરનાર શ્રી કચ્‍છી લેવા પટેલ કન્‍યા વિદ્યામંદિર, (હરીપર-ભુજ)ની કબડ્ડીની ખેલાડી ધો.૧૧ કોમર્સની કળપા વિનોદ રાબડીયા જણાવે છે કે, તેઓ છેલ્લા ૪ વર્ષથી ખેલ મહાકુંભમાં કબડ્ડી રમે છે. જેમાં તેઓ નેશનલ કક્ષાએ પસંદગી પામીને કચ્‍છ, રાજ્‍ય અને પરિવારનું નામ રોશન કરી ચુકયા છે. કબડ્ડી સાથે અન્‍ય રમતમાં પારંગત કળપા ૩૦૦૦ મીટર દોડમાં રાજયકક્ષાએ રમી ચુકયા છે. તેઓ જણાવે છે કે, ખેલ મહાકુંભ રમતવીરો માટે એક પ્‍લેટફોર્મ બન્‍યું છે. રાજ્‍ય સરકારની મદદથી આજે અનેક રમતવીરો પોતાનું કૌવત બતાવીને આગળ વધી રહ્યા છે. આગામી સમયમાં જયારે ખેલ મહાકુંભનું આયોજન થનાર છે ત્‍યારે તેમની શાળાની વિદ્યાર્થીનીઓ ખેલમહાકુંભમાં વિવિધ રમતમાં પ્રતિનિધિત્‍વ કરશે. તેઓએ અન્‍ય રમતવીરોને પણ શિક્ષણ સાથે રમતને પણ એટલું જ મહત્‍વ આપીને ખેલ મહાકુંભમાં ભાગ લેવા અપીલ કરી હતી.   ઉલ્લેખનીય છે કે, ખેલ મહાકુંભમાં ઉત્‍કળષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓનો લાભ પ્રાપ્ત થાય છે. જેમાં ડિસ્‍ટ્રિક્‍ટ લેવલ સ્‍પોર્ટ્‍સ સ્‍કૂલ (DLSS), શક્‍તિદૂત, સેન્‍ટર ઓફ એક્‍સેલન્‍સ (COE), ખેલ ગુજરાત સમર કોચિંગ કેમ્‍પ અને ઇન સ્‍કૂલ પ્રોગ્રામ વગેરેનો સમાવેશ થાય છે (

(1:13 PM IST)