તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
જામનગરમાં શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર અંતર્ગત મા ખોડલ અને કેન્સર હોસ્પિટલની થીમ તૈયાર કરેલો રથ દરેક વોર્ડમાં પરીભ્રમણ કરશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગરઃશ્રી ખોડલધામ ‘‘કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર'' અંતર્ગત મા ખોડલ અને કેન્સર હોસ્પિટલની થીમ તૈયાર કરેલો રથ વોર્ડ નં.૧૫ માંથી મહા આરતી કરાયા બાદ પ્રસ્થાન થઈને સમગ્ર વોર્ડમાં પરિભ્રમણ કરશે.
શ્રી ખોડીયાર માતાજીની શોભાયાત્રા તથા દરેક સોસાયટીના મુખ્ય સ્થળોએ માતાજીની મહાઆરતી કરવામાં આવેલ. જ્યારે આ રથનો પ્રારંભ સોમનાથ મહાદેવના મંદિરેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ધારાસભ્ય દિવ્યેશ અકબરી મેયર વિનોદ ખીમસુરીયા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથીરિયા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના પ્રવક્તા હસમુખભાઈ લુણાગરિયા અને ટ્રસ્ટી ગોપાલભાઈ રૂપાપરા નાથાભાઈ મુંગરા,સહિત ઉપસ્થિત રહયા હતા.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
