<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

જુનાગઢ જેલના કાચા કામના કેદીનું રાજકોટ હોસ્‍પિટલમાં મૃત્‍યુ

રાજકોટ તા. ૨૮: જુનાગઢ જેલમાં  કાચા કામના કેદી તરીકે રખાયેલા મુળ ધારીના પ્રકાશભાઇ ઉર્ફ પપ્‍પુ જેઠાભાઇ ગોપવાણી (ઉ.વ.૪૫)ને બિમારી હોઇ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. અહિ મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જુનાગઢ એ-ડિવીઝનમાં જાણ કરતાં વધુ તપાસ હાથ ધરાઇ છે. મૃતકને ફેફસાની બિમારી લાગુ પડી હતી.

(11:07 AM IST)