<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

લોધીકાના કાંગશીયાળીમાં ભૂ-માફીયાઓ બેફામ ૪૦૦ કરોડની ગૌચરની જમીનો પચાવી પાડયાની રાવ

તાકિદે તપાસ કરાવવા અને લેન્‍ડ ગ્રેબીંગ હેઠળ કડક પગલા લેવા માંગણી કાંગશીયાળીના આગેવાન ભરત ચાવડા અને અન્‍યોએ કલેકટરને ફરીયાદ કરી

રાજકોટ તા. ર૮ :.. કાંગશીયાળીના સામાજીક અગ્રણી ભરતભાઇ ચાવડા તથા અન્‍યોએ રાજકોટ કલેકટરને ફરીયાદ અરજી પત્ર પાઠવી ૪૦૦ કરોડની સરકારી ખરાબા- ગૌચરની જમીન પચાવવા સબબ પગલા લેવા માંગણી કરી છ.ે

ફરીયાદમાં ઉમેર્યું હતું કે, લોધિકા તાલુકાના કાંગશીયાળી ગામે રાજકોટના ભૂમાફીયાઓની નજર લાગી ગઇ છે. રાજકોટ શહેરની હદની લગોલગ પાડોશમાં આવેલ કાંગશિયાળી ગામની ખેતી-બિન ખેતીની જમીનના ભાવો આસમાને પહોંચી રહ્યા છે. ત્‍યારે ભૂમાફીયાઓએ કાંગશીયાળી ગામની વાવડી ગામથી ખોડીયાર હોટલ તરફ આવતા ૮૦ ફુટ રોડ ઉપરની ખેતીની જમીનની બાજુમાં આવેલ સરકારી ખરાબા ગૌચરની જમીનો ઉપર ગેરકાયદેસર રીતે કબ્‍જો જમાવી દીધો છે. આમાંથી મોટા ભાગની જમીનો નવી શરત માંથી જૂની શરતમાં ફેરવાયેલ છે. તેની બાજુમાં શ્રી સરકાર - ગૌચરની ઘણી જમીનો આવેલ છે. અમુક લોકો પોતાની જમીનની સાથોસાથ સરકારી જમીન પોતાના કબ્‍જામાં હોવાનું કહી મોટી રકમ અનધિકૃત રીતે વસુલી બે રોકટોક વેચી રહ્યા છે. ગામમાં ગૌચર માટે કોઇ જમીન રહી નથી મોટા ભાગની જમીનોમાં દબાણ હોવાનું તંત્ર જાણે છે. પણ કોઇ પગલા લેવાતા નથી.

કાંગશીયાળી ગામે ૪૦૦ કરોડની સરકારી ખરાબા ગૌચરની જમીનો ઉપર ન દબાણો તંત્રને દેખાતા નથી. અને ભૂમાફીયાઓ સાથે તંત્રની મીલી ભગત વગર આ કૌભાંડ શકય નથી. સબબ આ બાબતે તપાસ કરાવી તંત્ર જાતે ફરીયાદી બની લેન્‍ડ ગેબીંગ હેઠળ પગલા લે તો આવા દબાણો કરતા ભુમાફીયામાં ફફડાટ ફેલાય તેમ છે. તેમ ભરતભાઇ ચાવડાએ અંતમાં ઉમેર્યુ છે.

(11:11 AM IST)