<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

મહુવામાં ભવ્‍ય મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

રાજકોટ પાસેના સરધારધામ દ્વારા શિખરબધ્‍ધ સ્‍વામિનારાયણ મંદિરનું નિર્માણ કથા, યજ્ઞ, પ્રદર્શન, રાસોત્‍સવ વગેરે આયોજનઃ નિત્‍યસ્‍વરૂપદાસજી સ્‍વામી વકતા

રાજકોટ તા. ર૮ :.. ભાવનગર જિલ્લાના મહુવામાં શ્રી સ્‍વામિનારાયણધામ સામે નિર્માણ પામેલ શ્રી સ્‍વામિનારાયણ મંદિરમાં તા. ૮ થી ૧૬ જાન્‍યુઆરી મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ યોજાનાર છે. જેના પ્રેરક સરધારધામના શ્રી નિત્‍યસ્‍વરૂપદાસજી સ્‍વામી છે. મહોત્‍સવમાં ગામેગામથી સંતો, ભકતો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ભાગ લેશે.

સંત મંડળ અને સરધારધામ મુખ્‍ય સમિતિ વતી સાધુ બાલમુકુંદદાસજી, સાધુ યોગેશ્વરદાસજી, સાધુ નિરંજનદાસજી, સાધુ હરિકૃષ્‍ણદાસજી, પાર્ષદ અક્ષય ભગત સમસ્‍ત સત્‍સંગ સમાજ - મહુવાધામ વતી સાધુ મહાપુરૂષદાસજી (મહંતશ્રી) તથા સાધુ ભજનપ્રકાશદાસજી(કોઠારીશ્રી) જણાવે છે કે, પૌરાણિક અને ઐતિહાસિક અને ગુજરાતના કાશ્‍મીર સમાન મહુવા નગરમાં વનવિચરણ દરમ્‍યાન શ્રી સ્‍વામિનારાયણ ત્રણ - ત્રણ રાત્રિ રોકાણ કરીને અતિ પ્રસન્ન થયેલ તેમજ મહુવાના શ્રીજીસમકાલીન ભકતરાજ જીણાભાઇને તેમની નિષ્‍કામ ભકિત જોઇ પોતાનો જામો આપીને ભગવાન શ્રીહરીએ વરદાન આપેલ કે, ‘મહુવામાં સત્‍સંગનો જામો થશે.' એવા મહુવા શહેરને આંગણે સર્વાવતારી ભગવાન શ્રી સ્‍વામિનારાયણની પૂર્ણ કૃપાથી સ્‍વામી શ્રી નિત્‍યસ્‍વરૂપદાસજીના પ્રેરણાત્‍મક માર્ગદર્શન પ્રમાણે કલાત્‍મક નકશીકામ યુકત તૈયાર થયેલ ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજના તાબાના નૂતન શિખરબધ્‍ધ શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરનો ‘મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ' વડતાલ દેશ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના હસ્‍તે તા. ૮-૧ થી તા. ૧૬-૧ સુધી સંતો - હરિભકતોની ઉપસ્‍થિતિમાં ભવ્‍યતાથી ધામધૂમપૂર્વક ઉજવાશે.

મહોત્‍સવ પ્રસંગે શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાયના શ્રી શતાનંદ સ્‍વામી દ્વારા રચિત સમ્રાટ મહાન ગ્રંથરાજ ‘શ્રીમદ્‌્‌ સત્‍સંગીજીવન કથા પારાયણ' નું દિવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. જેના વકતાપદે સરધારધામ-મહુવાધામ સંસ્‍થાના પ્રણેતા સ્‍વામી શ્રી નિત્‍યસ્‍વરૂપદાસજી બિરાજી ગીત-સંગીત સાથે કથાગંગાનું નિજ શૈલીમાં રસપાન કરાવી પ્રભુભકિતમાં રસ તરબોળ કરશે.

આ પાવન અવસરે કથામૃત રસપાન, દેવદર્શન, શ્રીહરિ યજ્ઞ દર્શન, સંતદર્શન, મહાઅભિષેક દર્શન, અન્નકુટ દર્શન અને દિવ્‍ય પ્રદર્શન વગેરેનો લાભ લઇ જીવનને ભાગ્‍યવંતુ બનાવવા આ અવસરમાં પરિવારજનો અને મિત્રમંડળ સહિત આવી દિવ્‍યાનંદનો આસ્‍વાદ માણી મોક્ષભાગી બનવા સૌને આમંત્રણ છે.

(1:12 PM IST)