News of Saturday, 28th December 2024
લોધીકાના દેવડામાં પતિ સાથે ચડભડ થતાં પત્નિએ ઝેર પીધું
જસદણમાં કાજલ અને રૂપાવટીમાં લક્ષ્મીએ અકળ કારણે કર્યા ઝેરના પારખાઃ ત્રણેય રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૨૮: ઝેરી દવા પી આપઘાતના પ્રયાસની ત્રણ ઘટના બની હતી. જેમાં લોધીકાના દેવડા ગામે છગનભાઇની વાડીમાં રહી પતિ સાથે ખેત મજૂરી કરતી મુળ એમપીની ચીંગુબેન શાનુભાઇ મેડા (ઉ.વ.૩૦)એ ઝેર પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.
ચીંગુબેનના લગ્ન અગિયાર વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક પુત્રી અને બે પુત્રી છે. પતિ-પત્નિ ખેતરમાં દવા છાંટવાનું કામ કરતાં હતાં ત્યારે ચડભડ થતાં તેણી આ દવા પી ગયાનું પતિએ કહ્યું હતું.
બીજા બનાવમાં જસદણમાં હુડકો વિસ્તારમાં રહેતી કાજલ લીંબાભાઇ સોલંકી (ઉ.વ.૨૦) કોઇ કારણે ઝેર પી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ છે. તેણી પાંચ ભાઇ અને બે બહેનમાં નાની છે.
ત્રીજા બનાવમાં પડધરીના રૂપાવટી ગામે મકનભાઇની વાડીમાં રહેતી લક્ષ્મી પારસીંગ બામનીયા (ઉ.વ.૧૭) ઝેર પી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ છે. તેણી બે ભાઇની એકની એક નાની બહેન છે. બેભાન હોઇ કારણ જાણી શકાયુ નથી. ત્રણેય બનાવમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જે તે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
