<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

બોટાદના સરવામાં મુળીબેન પર હુમલો કરી ભુંડે બટકા ભર્યાઃ લોકોએ ભુંડને મારી નાંખ્‍યું

આખા શરીરે ઇજાઓ થતાં મહિલાને સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૮: બોટાદના સરવા ગામે રહેતાં મુળીબેન કાનાભાઇ વાઘેલા (ઉ.વ.૪૮) નામના મહિલા ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ હતાં ત્‍યારે અચાનક ધસી આવેલા ભુંડે હુમલો કરી દીધો હતો અને તેમને પછાડી દઇ આખા શરીરે બટકા ભરી લીધા હતાં. દેકારો મચી જતાં આસપાસની વાડીમાંથી બીજા લોકો દોડી આવ્‍યા હતાં અને તેમને છોડાવ્‍યા હતાં. લોકોએ આ ભુંડને ફટકારીને મારી નાંખ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ મુળીબેન વાડીએ એકલા હતાં અને કામ કરી રહ્યા હતાં ત્‍યારે અચાનક ધસી આવેલુ ભુંડ તેમના પર તૂટી પડયું હતું અને બટકા ભરવા માંડયું હતું. મુળીબેને રાડારાડ કરી મુકતાં લોકો દોડી આવ્‍યા હતાં અને તેમને છોડાવ્‍યા હતાં. પાળીયાદ સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ પાળીયાદ પોલીસને નોંધ કરાવી હતી. મહિલાના સગાના કહેવા મુજબ હુમલો કરનારા ભુંડે અગાઉ પણ વ્‍યક્‍તિને બટકા ભરી લીધા હતાં. આથી લોકોએ તેને મારી નાંખ્‍યુ઼ હતું.

(1:13 PM IST)