તા. ૩૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 28th December 2024
કોટડાસાંગાણીનો હર્ષદ દાફડા સો વારના પ્લોટની ખોટી સનદ બનાવી ૧.૪૦ લાખની સહાય ચાંઉ કરી ગયો
તાલુકા વિકાસ અધિકારીએ પોલીસમાં ફરીયાદ કરીઃ હર્ષદની શોધખોળ

રાજકોટ, તા., ર૮: કોટડા સાંગાણીમાં ૧૦૦ ચો.વારના પ્લોટના ખોટી સનદ અને હુકમ બનાવી રૂા.૧.૪૦ લાખની સરકારી સહાય ચાઉ કરી જનાર શખ્સ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ કોટડા સાંગાણીના તાલુકા વિકાસ અધિકારી રિધ્ધી જયંતીભાઇ પટેલએ આરોપી હર્ષદ નાથાભાઇ દાફડા રે. કોટડા સાંગાણી સામે કોટડા સાંગાણી પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ કોટડા સાંગાણી ગામના ૧૦૦ ચો.વારના પ્લોટની ખોટી સનદ તેમજ હુકમ બનાવી આ ખોટી સનદ તથા હુકમના આધારે ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ રૂા. ૧.ર૦ લાખ તથા મનરેગા યોજના હેઠળ રૂા. ર૦,૩૮૧ મળી કુલ ૧.૪૦,૩૮૧ ની સહાય મેળવી સરકારી તંત્ર સાથે છેતરપીંડી કરી હતી.
આ ફરીયાદ અન્વયે કોટડા સાંગાણી પોલીેસે આરોપી હર્ષદ સામે ગુન્હ દાખલ કર્યો હતો. વધુ તપાસ કોટડા સાંગાણીના પી.આઇ. આર.એમ.રાઠોડ ચલાવી રહયા છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
