તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
મોરબીના યુવા એડવોકેટ પાસે મનમોહનસિંહના પત્રોનો સંગ્રહ

પ્રવિણ વ્યાસ દ્વારા મોરબી તા.૨૮: દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહે દુનિયામાંથી વિદાઈ લીધી છે ત્યારે સમગ્ર દેશ તેમના કાર્ય અને યોગદાનને યાદ કરી રહ્યા છે દેશના પૂર્વ વડાપ્રધાન દ્વારા લખાયેલા પત્રોનો સંગ્રહ મોરબીના યુવા એડવોકેટ પાસે હોય તેઓએ અનોખી રીતે સ્વ. ડો. મનમોહનસિંહને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા છે
આજ રોજ ભારત રાષ્ટ્ર શોકમય છે, ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહનસિંહજીના નિધન થી ત્યારે મોરબી ના એક યુવાન પાસે આવી જ એક યાદ એક રોમાંચ મોરબીના યુવાન વકીલની સાથે જોડાયેલ છે. મોરબીના યુવાન ને આજના ડિજિટલ યુગમાં પત્રચાર કરવાનો શોખ છે અને આજે જ્યારે સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રી મનમોહન સિંહ નથી પણ એમના દ્વારા લખાયેલ પત્રોનો અદભૂત સંગ્રહ મિતેષ દવે પાસે સચવાયેલ છે. એડવોકેટ મિતેષ દવે દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
