<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

મોરબીમાં આધારકાર્ડના કામ માટે લોકોના પગે પાણી ઉતરે છે

કલેકટરે ફિલ્‍ડમાં ઉતરી પ્રયાસો કર્યા પણ નિષ્‍ફળ નીવડ્‍યા, અનેક કેન્‍દ્રો હજુ પણ બંધ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.ર૮: મોરબીમાં આધારકાર્ડના કામ માટે હેરાન થવું તે નક્કી જ છે. હજુ પણ અમુક કેન્‍દ્રો બંધ છે. બીજી તરફ જે કેન્‍દ્રો ચાલુ છે ત્‍યાં લાંબી કતારો જોવા મળી રહી છે. પરિણામે અરજદારો દરરોજ પરેશાન થઈ રહ્યા છે.

તાજેતરમાં જ જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારી દ્વારા ફિલ્‍ડમાં ઉતરી આધારકાર્ડ કેન્‍દ્રોની જાત તપાસ કરી લોકોને હાલાકી ન પડે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવાની કવાયત હાથ ધરી હતી. પણ હજુ સ્‍થિતિ તેમની તેમ જ જોવા મળી રહી છે. મોરબી તાલુકા અને સિટી મામલતદાર કચેરી ખાતેના આધારકાર્ડ કેન્‍દ્રો ઉપર લોકો વહેલી સવારના ૬ તથા ૭ વાગ્‍યાથી આવીને કતાર લગાવવા મજબુર છે. ઘણા લોકો ૮ વાગ્‍યા બાદ આવે છે તેનો અહીં આધારકાર્ડની કામગીરી માટે વારો પણ આવતો નથી. હજુ પણ અનેક આધારકાર્ડ કેન્‍દ્રો બંધ હાલતમાં હોય લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સરકારી કામ કરાવવું એટલે કતારમાં ઉભું રહેવું નિヘતિ છે આ ઘાટ સર્જાતો રોકવામાં તંત્ર નિષ્‍ફળ નિવડ્‍યું છે. જો કે હજુ સુધી નેતાઓએ પણ અરજદારોની આ પરેશાનીમાં રસ લીધો નથી. લોકો વહેલી સવારથી ટાઢના હેરાન થઈ રહ્યા છે. ત્‍યારે લોકોના આ પ્રશ્નમાં નેતાઓ પણ રસ લ્‍યે તે જરૂરી બન્‍યું છે.

(1:12 PM IST)