<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

પાકિસ્‍તાનની જળસીમા નજીક જામ સલાયાના ડુબતા વહાણના ૯ ખલાસીઓને કોસ્‍ટ ગાર્ડે બચાવ્‍યા

તમામ ૯ ખલાસીઓને પોરબંદર લાવીને સારવાર અપાઇઃ દિલધડક ‘રેસ્‍કયુ' : ટેકનીકલ ખામીને લીધે વહાણમાં પાણી ભરાવવાનું શરૂ થયું હતું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૮: જામસલાયાનું વહાણ મુન્‍દ્રા કચ્‍છથી ટાઇલ્‍સ ભરીને યમન જતું હતું ત્‍યારે પાકિસ્‍તાનની જળ સીમા નજીક આ વહાણ ડુબી રહયાનો સંદેશો કોસ્‍ટગાર્ડને મળતા કોસ્‍ટગાર્ડ તુરંત પેટ્રોલીંગ બોટ સાથે સ્‍થળ ઉપર જઇને ‘રેસ્‍કયુ' કામગીરી કરીને જામસલાયાના વહાણના તમામ ૯ ખલાસીઓને બચાવી લીધા હતા.

ભારત-પાકિસ્‍તાનની જળસીમા નજીક સલાયાના વહાણે જળ સમાધી લીધી હતી ટેકનીકલ ખામીના કારણે વહાણ જળ સમાધી લીધી હતી જયારે જહાજના ૯ ક્રુ મેમ્‍બરના જીવ ભારતીય કોગસ્‍ટગાર્ડે બચાવી લીધા હતા તમામ ક્રૂ મેમ્‍બરને પોરબંદર ખાતે લાવામાં આવ્‍યા હતા.

દેવભૂમિ દ્રારકા જીલ્લાના સલાયાનુ તાજધારે હરમ નામને જહાજ  મુન્‍દ્રાથી યમન ટાઇલ્‍સ સહિતની વસ્‍તુઓ ભરી અને યમન જઈ રહ્યું હતુ તે દરમ્‍યાન ભારતીય જળ સીમા ક્રોસ કરી અને પાકિસ્‍તાન તરફ આગળ વધી રહ્યું હતુ.  તે દરમ્‍યાન જહાજમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને તેમાં પાણી ભરાવા લાગ્‍યુ હતુ.  આથી તુરત વહાણના કેપ્‍ટન અફતબ કેર એમ. આર.સી.સી. મુંબઈનો સંપર્ક કર્યા હતો.

કેપ્‍ટન અફતબે કરાંચી એમ.આર. સી.સી સાથે સંકલન કરી અને ભારતીય કોસ્‍ટગાર્ડની મદદ માંગતા અહીં પેટ્રોલીંગ કરી રહેલા કોસ્‍ટગાર્ડના ડોનીયર અને શુર જહાજને મદદે પહોંચ્‍યું હતુ અને રેસ્‍કયુ કરી અને વહાણના ૯ જેટલા ક્રુ મેમ્‍બરનુ દિલધડક રેસ્‍કયુ કરી અને તેમના જીવ બચાવી લીધા હતા અને તમામ ક્રુ મેમ્‍બરને કોસ્‍ટગાર્ડનુ જહાજ શુર આજે પોરબંદર આવી પહોંચ્‍યુ હતુ.

 કોસ્‍ટગાર્ડના ડી આઇ જી પંકજ અગ્રવાલે કોસ્‍ટગાર્ડ દ્રારા કરાયેલા રેસ્‍કયુ અંગેની વિગતો આપી હતી અને જણાવ્‍યુ હતુ કે જામ સલાયાના તાજધરે હરમ નામનુ જહાજમાં તોફાની દરિયામાં ટેકનિકલ ખામી સર્જાતા જળ સમાધી લઈ લીધી હતી અને તેમના ૯ ક્રુ મેમ્‍બરને બચાવી લેવામાં સફળતા  મળી હતી  જે ક્રુ મેમ્‍બરના કોસ્‍ટગાર્ડે જીવ બચાવ્‍યા તેમણે ક્રુ મેમ્‍બરે કોસ્‍ટગાર્ડનો આભાર વ્‍યકત કર્યો હતો.

(1:12 PM IST)