તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
પૂ. રમેશભાઇ ઓઝાનું રાજગોર સમાજ ભવ્ય સન્માન કરશેઃ જેતપુરથી પોરબંદર સુધી વાહનોની રેલી
પૂ. મુકતાનંદબાપુ, પૂ. જેન્તિરામબાપુ સહિતના સંતો અને આગેવાનો ઉપસ્થિત રહેશે

ઉપરોકત તસ્વીરમાં પૂ.ભાઇશ્રીનું સન્માન કરતા પૂ. જોષીબાપા સાથે શાષાીશ્રી હાર્દિકભાઇ જોષી તથા પ્રફુલભાઇ દવે અને ચર્ચા કરતા પૂ.ભાઇશ્રી નજરે પડે છે.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ર૮: જેતપુર નવાગઢ રોડ પર આવેલ શ્રી હરિૐ વૃધ્ધાશ્રમના સંસ્થાપક અને પરોપકારી સમાજ સેવાના ભેખધારી એવાશ્રી જોષી બાપાએ ગઇકાલે જેતપુર ખાતે ઉદ્યોગપતિ રાજુભાઇ હિરપરા પરિવાર દ્વારા પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલી રહયો છે.
જેમાં પૂ. ભાઇશ્રીના ઉતારા ખાતે પૂ. જોષીએ તેઓની મુલાકાત લઇ પૂ.ભાઇશ્રી ગુલાબનો પુષ્પહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કર્યુ હતું અને પુ. ભાઇશ્રી સ્થાપિત પોરબંદર સાન્દીપનિ વિદ્યાનિકેતન ખાતે સંસ્કૃત પાઠશાળામાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ ના ૪૦૦ થી ઋષિકુમારોને સંસ્કૃતિનું જતન કરવા ઋષિ પરંપરા જીવંત રાખી અને કર્મકાંડ થી લઇ શાષાોનું વૈદિક જ્ઞાન આપી અને શાષાી તરીકે સમાજને અર્પણ કર્યા છે અને ઋષિમુનિઓની જેમ સાન્દીપનીના અકે એક ઋષિકુમારો વેદપુરાણોનું પુરેપુરી જાણકારી મેળવી અને આજે દેશ વિદેશમાં રાજગોર સમાજ ઉપરાંત બ્રહ્મસમાજના અન્ય વિદ્યાર્થીઓ સનાતન ધર્મ જાળવે છે. સંસ્કૃત પાઠશાળામાં ધો. ૬ થી વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવે છે તેમજ અભ્યાસથી લઇ અને ભોજન રહેવા માટે પણ વિદ્યાર્થીઓને નિશુલ્ક સેવાઓ આજે પણ આપવામાં આવી રહી છે. અને પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા ની સતત દેખરેખ અને માર્ગદર્શન હેઠળ આ ઋષિકુમારો સંસ્કૃતમાં અભ્યાસ કરી રહયા છે.
દેશ વિદેશની ધરતી પર આ સાન્દીપની વિદ્યાનિકેતન ના ઋષિકુમારો મંદિર આશ્રમમાં સત્સંગ આપી અને ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહયા છે વિશ્વ વંદનીય સંત એવા પૂ.ભાઇશ્રીની એ હજારો ભુદયોને આ વૈદિક પરંપરા જાળવી રાખવા માટે શરૂ કરેલ આ સેવા યજ્ઞ આજે વિશ્વ લેવલે નોંધ લેવાય રહી છે. આ સેવાની નોંધ લઇ અને ઘણા સમયથી પૂ. ભાઇશ્રીનું ભવ્ય સન્માન કરવાની ઇચ્છા સાથે પૂ. જોષી બાપાને આ વિચાર આવતા તેઓ ગઇકાલે પૂ.ભાઇશ્રીની રૂબરૂ મુલાકાત લઇ અને જણાવ્યું હતુ કે આગામી દિવસોમાં અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ પૂ. મુકતાનંદબાપુના પ્રમુખ સ્થાને પૂ. જેન્તિરામ બાપા સહીતના સંતો મહંતોની ઉપસ્થિતમાં પૂ.ભાઇશ્રીનું સન્માન કરવા માટે જણાવેલ અને પૂ.ભાઇશ્રીએ રાજીપો વ્યકત કરતા આગામી દિવસોમાં તેઓ આ સન્માન કાર્યક્રમ અંગે તારીખ આપવા જણાવ્યું હતું અને પૂ. જોષી બાપાએ જણાવ્યુ હતું કે, આપનુ રાજગોર સમાજ દ્વારા સમાજના હિત માટે ખુબ સેવા આપી છે ત્યારે આમનું ભવ્ય સન્માન પોરબંદર ખાતે કરવું છે જેના ભાગરૂપે જેતપુર શ્રીહરિૐ વૃધ્ધાશ્રમ ખાતેથી પોરબંદર સાન્દીપનિ વિદ્યાનિકેતન શ્રીહરિ મંદિર સુધી ભવ્ય મોટર અને બાઇક સાથે વિશાળ રેલીયોજી પોરબંદર જઇ પૂ. ભાઇશ્રીનું ભાવપુજન અને સન્માન કરવામાં આવશે જેની રૂપરેખા આગામી દિવસોમાં નકકી કરાશે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
