તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
જૂનાગઢના ગુજસીટોક કેસમાં ૭ આરોપીના રિમાન્ડ પુરા થતા જેલમાં ધકેલાયા
૨ શખ્સને ભુજ, ૨ વડોદરા, ૩ ઇસમને અમદાવાદ જેલમાં મોકલી આપવામાં આવ્યા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૮ જૂનાગઢનાં રામદેવ પરાનો સલમાન ઉર્ફે સલીયો ઉર્ફે સલીમ તૈયબ વિશળની ૯ શખ્સની ગેંગનાં નાઝીમ હબીબ સોઢા, અમીન ઉર્ફે છોટે મંત્રી ઉર્ફે અપ્પુ આમદ નારેજા, નિસાર ઉર્ફે સલમાન ઉર્ફે નિઝામ ઉર્ફે ભૂરો અમદાવાદ દિનમહમદ બ્લોચ, અજીત ઉર્ફે મંત્રી આમદ નારેજા, આમદ હુસેન નારેજા, જુસબ ઉર્ફે કારીયો તૈયબ વિશળ અને સાજીદ ઉલફે બાડો તૈયબ વિશળ સહિત ૭ શખ્સના શુક્રવારે રિમાન્ડ પુરા થતા તપાસનીશ ડીવાયએસપી નિકિતા શિરોયાએ આરોપીઓને રાજકોટ ખાતેની ગુજસીટોક કોર્ટમાં રજૂ કરતા તમામને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
અદાલતના આદેશ મુજબ નિસાર ઉર્ફે સલમાન ઉર્ફે નિઝામ ઉર્ફે ભૂરો અમદાવાદી, આમદ હુસેન, સાજીદ ઉર્ફે બાડો તૈયબને અમદાવાદ ખાતેની સાબરમતી જેલમાં તથા અજીત ઉર્ફે મંત્રી આમદ, જુસબ ઉર્ફે કારીયો તૈયબને વડોદરા મધ્યસ્થ જેલમાં અને અમીન ઉર્ફે છોટા મંત્રી ઉર્ફે અપ્પુ આમદ તથા નાઝીમ હબીબ સોઢાને ભુજ જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
