તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
વાંકાનેર પાસે રાજકોટની નગ્માની હત્યામાં આરોપીઓ પાસે ઘટનાનું રિ-કંન્ટ્રકશન કરાવાયું
હત્યામાં તાંત્રિકની મદદગારી કરનાર જીગર ગોહિલ ત્રણ દિ'ના રીમાન્ડ ઉપરઃ કપડા કબ્જે કરાયા

તસ્વીરમાં પકડાયેલ આરોપી અને ધમલપર ગામે ઘટનાનું રિ-કંન્ટ્રકશન કરાયું હતું તે નજરે પડે છે.(તસ્વીરઃ લીતેશ ચંદારાણા, વાંકાનેર)
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૨૮: વાંકાનેર પાસે રાજકોટની નગ્માની હત્યામાં તાંત્રિકને મદદગારી કરનાર આરોપીનો વાંકાનેર પોલીસે કબ્જો લઇ રીમાન્ડ મેળવી ધમલપર ગામ પાસે આરોપી પણાસે ઘટનાનું રિ-કંન્ટ્રકશન કરાવ્યું હતું.
વાંકાનેરના બહુચર્ચિત રાજકોટની નગમા હત્યા પ્રકરણ મામલે પોલીસે હત્યારા આરોપી ૧) નવલસિંહ કનુભાઇ ચવડા, તેમજ મદદગારીમાં આરોપી ૨) સોનલબેન વા/ઓ નવલસિંહ ચાવડા, ૩) જીગર ભનુભાઇ ગોહીલ અને ૪). શક્તિ ભરતભાઇ ચવડા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હોય, જે બનાવમાં મુખ્ય આરોપી નવલસિંહ કનુભાઇ ચાવડાને અમદાવાદની સરખેજ પોલીસે અટક કરેલ હોય, જેનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. જે બાદ આ બનાવમાં વાંકાનેર પોલીસે આરોપી સોનલબેન નવલસિંહ ચાવડાની ગત તા. તા.૧૭ તેમજ આરોપી શક્તિ ભરતભાઇ ચવડાની તા. ૧૬ના રોજ ધરપકડ કરી મોરબી સબ જેલ હવાલે કર્યા હતા. આ બનાવમાં સંડોવાયેલા આરોપી જીગર ભનુભાઇ ગોહિલ (રહે. કળષ્ણકુંજ સોસાયટી, અમદાવાદ)ની અન્ય ગુનામાં પડધરી પોલીસે અટક કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરતાં વાંકાનેર સીટી પોલીસે ટ્રાન્સફર વોરંટથી આરોપીની તા.૨૪/૧૨/૨૦૨૪ ના રોજ અટકાયત કરી વાંકાનેર કોર્ટમાંથી ત્રણ દિવસના પોલીસ રીમાન્ડ મેળવી પુછપરછ કરતા આ કામે મરણ જનાર આરોપી નવલસિંહ ચાવડા સાથે મળતક નગમાબેનને પ્રેમસબંધ હોય અને લગ્ન કરવા માટે દબાણ કરતી હોય અને લગ્ન ન કરે તો બદનામ કરવાની ધમકી આપતી હોય જેથી આરોપી નવલસિંહના કહેવાથી આરોપી જીગરે તેની સાથે મળી પ્લાન બનાવી, મળતક નગમાબેનને વઢવાણ મુકામે આરોપી નવલસિંહના ઘરે બોલાવી સોડીયમ પાવડર વાળું પાણી પીવડાવી બેભાન કરી મોત નિપજાવી ઉપરના માળે આવેલ રૂમના બાથરૂમમાં છરી, કુહાડી, કટ્ટર મશીન જેવા હથીયારથી નગમાની લાશના કટકા કરી અલગ અલગ પલાસ્ટિકની કોથળીમાં ભરી નવલસિંહની સ્વીફ્ટ ગાડીમાં મુકી વાંકાનેર ધમલપર મુકામે આવી આરોપી શક્તિરાજ ચાવડા પાસે અગાઉથી ખાડો ખોદી રખાવી તેમા નગમાની લાશના કટકા ભરેલ કોથળીઓ નાંખી તેની ઉપર મીઠુ નાખી, ધુળ માટી નાખી દાટી દિધેલ હોવાની કબુલાત આપી છે, જે બાદ પોલીસે આરોપીને સાથે રાખી વઢવાણ તેમજ વાંકાનેર ધમલપર મુકામે રીકંટ્રકશન કરાવાયું હતું તેમજ આરોપીએ બનાવ સમયે પહેરેલ કપડા પણ કબ્જે લીધા હતા.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
