<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

ગોંડલ યાર્ડમાં તાલુકાના ખેડુતોની જણસીને પ્રાથમિકતા આપવા માંગ

એક કે બે દિવસ ફાળવવા તાલુકા કોંગ્રેસની રજુઆત

(જયસ્‍વાલ ન્‍યુઝ) ગોંડલ તા. ર૮ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોની જણસીની આવકમાં શહેર તાલુકાના ખેડૂતોની જણસીને પ્રાથમીકતા આપવા અને આ માટે અઠવાડીયામાં એક કે બે દિવસ ફાળવવા ફાળવવા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખએ યાર્ડના ચેરમેનને રજુઆત કરી છે.

ગોંડલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદસિંહ ઘનશ્‍યામસિંહ ઝાલાએ ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેનને એક પત્ર પાઠવી જણાવ્‍યું છે કે ગોંડલ માર્કેટ યાર્ડ શહેર અને તાલુકા ખેડુત માલદારોની જણસીના શેષનાન કારણે નિર્માણ થયું છે. આ અદ્યતન અને વિશાળ યાર્ડના નિર્માણ પાછળ ગોંડલ શહેર અને તાલુકાના ખેડૂતોનું અમુલ્‍ય યોગદાન છે. છેલ્લા બે દાયકામાં  યાર્ડના વેપારમાં ખૂબ વધારો થયો છે. ગોંડલ તાલુકા ઉપરાાંત રાજકોટ જીલ્લાના અન્‍ય તાલુકા અને બીજા જીલ્લાઓ અને કયારેક અન્‍ય વિસ્‍તારમાંથી પણ મોટા પ્રમાણમાં ખેડુતો જણસી વેચાણ માટે ગોંડલ યાર્ડમાં લાવવામાં આવે છે. યાર્ડમાં મોટા પ્રમાણમાં ખેત ઉપજ વેચાણ માાટે આવે છે. ત્‍યારે શહેર તાલુકાના ખેડુતોને જણસી યાર્ડમાં લાવવામાં મુશ્‍કેલી પડે છે.

યાર્ડ દ્વારા શહેર તાલુકાના ખેડુતોને જણસી લાવવા માટે અઠવાડીયામાં એક કે બે દિવસ ફાળવવામાં આવે તો તાલુકાના ખેડૂતોને રાહત થાય સ્‍થાનીક ખેડુતોના હિતમાં આ અંગે વિચારણા કરી તાત્‍કાલીક અમલ કરવામાં આવે તેવી યાર્ડના ચેરમેનને રજુઆત કરાઇ છે.

ડોમના બાંધકામના ખાડામાં વાહનો ખુચે છે.

ગોંડલ યાર્ડમાં હાલ બે વિશાળ ડોમના બાંધકામ માટે કામગીરી ચાલી રહી છે. ડોમના કોલમ માટે તથા ક્રેન માટે ખોદકામ કરવામાં આવ્‍યું છે. ડોમ માટે કોલમનું અને ફ્રેમીંગનું સ્‍ટ્રકચર ગ્રાઉન્‍ડથી બહાર પહોંચી ગયું છે. અને માટેથી પુરાણ કરવામાં આવ્‍યું છે. પરંતુ જરૂરી મેટલીંગ પુરાણ કરવામાં આવ્‍યું ન હોવાથી છેલ્લા પાંચ દિવસમાં ત્રણ ચાર વાહન આ ખોદકામમાં ખુંચી ગયા હતા. એક મોટા ટ્રક આમાં ફસાઇ જતા સાંજના સમયે આ ટ્રક બહાર કાઢવા માટે ક્રેઇન બોલાવવી પડી હતી યાર્ડના સત્તાધીશો આ બાબતે યોગ્‍ય કરી પુરાણમાં પુરતું મેટલીંગ કરાવે તો વાહનો ખૂંચતા અટકે ભાંગતૂટ કે અકસ્‍માત અટકે

(1:12 PM IST)