તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
સીદસર ઉમિયા માતાજી મહોત્સવમાં એક લાખ લોકોની ઉપસ્થિતિમાં ગોવેદનું વિમોચન
૧૬ કામઘેનુ સૂત્રોથી દેશના લુપ્ત થતા પ૬ અને વિશ્વના ૩૦૦ ગોવંશની સુરક્ષાનું ધ્યેયઃ ભારત ભૂમિ ૧૦ કરોડ અને વિશ્વ ૧૦૦ કરોડ પૂર્ણ જાતવાન-દૂધાળ ગોવંશથી સંપન્ન થાય, એ ગોવેદનો મહામંત્રઃ મનસુખભાઇ સુવાગીયા

રાજકોટઃ વિશ્વ પ્રેરક ગોવેદને સન્માન આપીને ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ અને જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ગોવેદ મહાગ્રંથને ઉમિયા માતાજી મંદિરમાં પધરાવવામાં આવ્યો હાથની અંબાડી ઉપર ગોવેદ પધરાવીને ભેખડિયા (ગુજરાત)-જામલી (મધ્યપ્રદેશ)-તિનસમાળ(મહારાષ્ટ્ર)ના ૧૦૦ આદિવાસી ભાઇઓ-બહેનોનું તિરકામઠું-ધારીયા સાથેનું નૃત્ય તથા સૌરાષ્ટ્રનું મહિલા મેર રાસમંડળ અને ખાખી જાળિયાની આહિર રાસ મંડળી સાથે ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી.
ગોવેદનું વિમોચન ઉમિયા માતાજી મંદિર-સિદસરની ભૂમિમાં સાંસદ પુરૂષોતમભાઇ રૂપાલા, જેરામભાઇ વાંસજાળિયા, ડો. પાંચાભાઇ દમણિયા, લાખુમા વણઝારા, જૈન અગ્રણી અરવિંદભાઇ સંઘવી અને મહેમાનોના હસ્તે ગોવેદનું વિમોચન થયું. આ ઐતિહાસિક પ્રસંગે દલિત, વાલ્મિકી, દેવીપુજક, આદિવાસી, કોળી, સતવારા, રબારી, ભરવાડ, ચારણ, આહિર અને પટેલ સમાજની ૧પ દિકરીયોને ગોવેદ અને તલવાર ભેટ આપીને, શાષા અને શષાથી ગાય, સંસ્કૃતિ અને રાષ્ટ્રરક્ષાનો હિન્દુ પ્રજાને સંદેશ આપવામાં આવ્યો છે. આ ક્રાંતિકારી પગલું વૈરાગ્યવાદી સંપ્રદાયોથી ક્ષીણ થયેલ સંસ્કૃતિ અને રાષ્ટ્રને પુનઃ વિશ્વગુરૂ અને મહાસત્તા બનાવશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.
જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઇ સુવાગીયાએ જણાવેલ કે, ભારતના ગામડાઓની યાત્રા દરમિયાન ગીર-કાંકરેજ અને ભારતીય ગોવંશની લુપ્તતા જોઇને ઇ.સ. ર૦૦૦ માં ‘‘ગીર-કાંકરેજ ગાય આપણા આંગણે'' સુત્ર આપ્યું ઇ.સ. ર૦૦પ માં ગીરનાર પરિક્રમાં કરી ૧૦ લાખ ગીર ગાય નિર્માણનો અને ઇ.સ. ર૦૧૬ માં ઉત્તર ગુજરાતના અંબાજીથી કચ્છના કોટેશ્વર સુધી કાંકરેજ ગાય આપણા આંગણે યાત્રા કાઢીને ૧૧ લાખ કાંકરેજ ગાય નિર્માણનો હજારોગામોને સંકલ્પ લેવડાવ્યો. હજારો ગામોની યત્રા કરી ગીર-કાંકરેજ ગાયના ૮ લાખ પુસ્તકોનું વિતરણ કર્યું. જેથી ગીર-કાંકરજે ગાયનું ૧૧ લાખ રૂ. સુધી અને નંદીનું ૩૦ લાખ રૂ. સુધી મૂલ્ય થયું. ગાયના દૂધ-ધી સોના સમાન થયાં વિદ્વાનોએ આ પરિવર્તનને ‘‘ગોક્રાંતિ'' નામ આપ્યું.
ભારતના લુપ્ત થતાં પ૦ થી વધુ અને વિશ્વના ૩૦૦ થી વધુગોવંશને સુરક્ષિત કરી માનવ-કૃષિ-રાષ્ટ્ર અને જગતની કામઘેનું સિદ્ધ કરવાના ધ્યેયથી ગીર જંગલમાં ખજુરી નેસમાં લાખુમા અને નનાભાઇ આહીરના આંગણે ૧૧૧ દિવસ નિવાસ કરીને ગોવેદ લેખન કર્યું. ગોઉત્પતિથી પ્રારંભ કરીને કામઘેનુ રૂપ ગાય અને જાતવાન નંદીના ૩૬ લક્ષણ, ગાયની પ૬ ઓળખ, ગોપાલન વિજ્ઞાન, જાતવાન-દૂધાળ ગોવંશ નિર્માણ, ૧૬ કામઘેનું સૂત્રના અમલથી ગોસંપન્ન ભારત-ગોસંપન્ન વિશ્વના ૭૬ પ્રકરણ સાથે રપ૦ પાનાનાં ગોવેદ મહાગ્રંથની રચના કરી.
સાહિત્યકાર નિરંજનભાઇ રાજયગુરૂ ઘોઘાવદરે ત્રણ વખત ગોવેદનું વાંચન કરી જણાવ્યુંકે ઋગ્વેદથી લઇને અનેક શાષાોમાં ગોમહિમાના પ-રપ મંત્રો છે. પરંતુ ૧ ગાયનું ભૌતિક અને સુક્ષ્મ દિવ્ય સ્વરૂપ, ર ગાયની ઉપયોગિતા, ૩ ભારતીય ગોવંશ વિનાશના કારણો,૪ પૂર્ણ જાતવાન-દૂધાળા ગોવંશ નિર્માણ અને પ. ગાયનો જીવન આધાર પ્રકુતિના વર્ણનનો આ પ્રથમ ગ્રંથ હોઇ ભારતીય સંસ્કૃતિનો પાચમો વેદ ‘‘ગોવેદ'' નામકરણ કરેલ છે. ગોવેદ જ્ઞાનથી ગાય વિશ્વ કામઘેનું બનશે અને ગોવેદ-વિશ્વ ધર્મગ્રંથ તરીકે સ્વીકાર્ય બનશે.
ગોવેદ પ્રાપ્તિ માટેઃ ૮૮૭૮૮ ૯૦પ૯૦, ૯૯૭૯૮ ૬૪પ૦૩ ઉપર સંપર્ક કરવા જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા અપિલ કરાઇ છે.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
