<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

જામનગરના કુન્નડનાં પ્રાચીન શ્રી કુંડલીયા હનુમાનજી મંદિરે મેળોઃ ભાવિકો ઉમટયાઃ હનુમાનજીની મૂર્તિ મગના દાણાના કદના માફક વધે છે

જામનગરઃ જિલ્લાના જોડીયા પંથકમાં આવેલા કુનન્‍ડ ગામે કુંડલીયા હનુમાનજીનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરે દર માગશર મહિનાના શનિવારે મેળો જામે છે. લોકો દૂર દૂરથી અહીં દર્શનાર્થે આવે છે અને આજે માગશર મહિનાનું છેલ્લો શનિવાર હોવાથી સવારથી જ ભાવિકોની દર્શન માટે અહી કતારો લાગી છે. જામનગરની સ્‍થાપના પહેલાથી આ પૌરાણિક મંદિરની વિશેષતા એ છે કે, દક્ષિણ દિશામાં મુખ ધરાવતા હનુમાનજીનું આ મંદિર કે, જેમાં એકી સાથે બે હનુમાનજી સ્‍વયંભૂ પ્રગટ થયા હોવાની લોક વાયકા છે. અહીં હનુમાનજીની સમક્ષ લોકો અનેક મનોકામના પૂર્ણ કરવા માટે માનતા પણ રાખે છે. અને લોકોમાં કહેવાય રહ્યું છે કે, હનુમાનજીની સ્‍વયંભુ મૂર્તિ મગના દાણાના કદની માફક વધી પણ રહી છે. આજે અંતિમ માગશર મહિનાના શનિવારે મેળા જેવો માહોલ છે. જે અવકાશી દ્રશ્‍યોમાં જોઈ શકાય છે.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, ડ્રોન તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:21 PM IST)