News of Saturday, 28th December 2024
નિતીથી કમાયેલ નાણાના ૧૦મા ભાગનું દાન કરવાથી સંપતિનું શુધ્ધિકરણ થાયઃ પુ.રમેશભાઇ ઓઝા
જેતપુરમાં હિરપરા પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહમાં આજે રૂક્ષ્મણી વિવાહ ધામધુમથી ઉજવાશેઃ જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા, રામભાઇ મોકરીયા સહિત મહાનુભાવોએ કથાનો લાભ લીધો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૨૮: શહેરના હિરપરા પરિવાર ( જયશ્રી ગ્રુપ) દ્વારા પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના વ્યાસાસને યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહના આજે સાતમા દિવસે ભવયાતી ભવ્ય રુક્ષ્મણી વિવાહ પ્રસંગની ઉજવણી કરવામાં આવશે. ગઈકાલ રાત્રે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના લોક ડાયરાનું ભવ્ય આયોજન કરાયેલ હતું. સાહિત્યની કથાઓથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા પોતાની મોટી ઉંમર છતાં પણ આગવી છતાં અને જ્ઞાનથી લોકોને લોકસાહિત્ય પીરસ્યું હતું
પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા એ કથામાં જણાવેલ કે તમારા બધાની તિજોરી ખિસ્સા પાકીટ પાણીના વીરડા જેવા થાય તેમાં જેમ ગંદુ પાણી ઉલેંચો તેમ સારું અને ચોખ્ખું પાણી વધુને વધુ આવે તેમ તમારી તિજોરી માં પણ સારી સંપત્તિ નું નિર્માણ થાય અને દાન કરો તેનાથી તમારી સંપત્તિ શુદ્ધ થાય મોટાભાગના રોગ પ્રદૂષિત પાણીથી થાય છે તેમ રૂપિયા એટલે કે સંપત્તિ પણ જો તમારી પ્રદૂષિત હોય તો દુઃખી થઈ જવાય માટે હંમેશા નીતિથી કમાવો અને નીતિથી કમાયેલ રૂપિયાના દસમા ભાગ નું દાન કરવાથી સંપત્તિનો શુદ્ધિકરણ થાય છે.
રાજા હંમેશા તેની પ્રજા માટે ચિંતા કરતો અને જીવતો હોવો જોઈએ રાજા માટે સંતોષ એ દુર્ગુણ છે જ્યારે બ્રાહ્મણ માટે અસંતોષ દુર્ગુણ છે જો બ્રાહ્મણમાં અસંતોષ હોય તો બ્રાહ્મણ અને સાધુતાનો નાશ થાય છે તેમ રાજા પણ જો પોતે સંતોષ માને તો તેના માટે યોગ્ય નથી તેને હંમેશા પોતાની સત્તાનો વિસ્તાર વધારવો જોઈએ અને બ્રાહ્મણને જે મળે તેમાં સંતોષ રાખે તો તેનું તે જ વધે છે.
સત્તામાં આજે સાંજે ઠાકોરજીના લગ્નનો પ્રસંગ ઉજવાશે જેમાં ઠાકોરજી ની જાડેરી જાન જામનગરના અગ્રણી મનસુખભાઈ કરસનભાઈ વિરાણી પરિવાર તરફથી પધારશે. અને રાજુભાઈ હિરપરા પરિવાર ના આંગણે યોજાયેલ આ શ્રીમદ ભાગવત સપ્તાહ માં ઠાકોરજી અને રૂક્ષ્મણીજીના વિવાહનો પ્રસંગ ઉજવાશે.
કથા શ્રવણ કરવા આવતા તમામ ભાવિક ભક્તો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવતું હોય શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી અંદાજિત ૧૦ થી ૧૨ હજાર લોકો તથા સાંભળી ધન્ય બને છે સાથે સાથે પ્રસાદ પણ લે છે. એક લાખ થી પણ વધુ લોકોએ કથા શ્રવણનો લાભ લીધો હશે. આવતીકાલે કથાનો સમય સવારે ૯:૩૦ થી બપોરે ૧ કલાક દરમિયાન રહેશે.
કથાનો લાભ લેવા દરરોજ સાધુ-સંતો મહંતો રાજકીય આગેવાનો તેમજ ઉદ્યોગપતિઓ પધારતા હોય. ગઈકાલની સપ્તાહમાં પૌરાણિક ભીડભંજન મહાદેવ મંદિરના કમલનાથ બાપુ, સ્વામિનારાયણ ગાદી સ્થાનના પૂજ્ય નીલકંઠ સ્વામી, પૂજ્ય વિવેક સ્વામી, રાજકોટ મંદિરના રાધારમણ સ્વામી તેમજ ધારાસભ્ય રામભાઈ મોકરીયા, રિવાબા જાડેજા, જયેશભાઈ રાદડિયા, ભુપતભાઈ ભાયાણી, ડો. વાઘવાણી, ઘનશ્યામભાઈ ધોળકિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
