<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

ધ્રોલ ટાઉનમાં રામપાર્ક વિસ્‍તારનો કિસ્‍સોઃ પ્રેમ લગ્ન કર્યા પુત્રએ, ભોગવવાનો વારો આવ્‍યો માતાએ

પ્રેમિકાની માતાએ ઘરમાં ધસી આવી પ્રેમીની માતાને ધોકા વડે માર મારી ઘરમાં કાચ તોડ્‍યાઃ વાહનમાં પણ તોડફોડ

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ, તા. ર૮: જામનગર જિલ્લાના ધ્રોળ ટાઉનમાં રામપાર્ક વિસ્‍તારમાં રહેતા એક યુવાને પ્રેમ કરી લીધા પછી પ્રેમિકાની માતા વિફરી હતી, અને પ્રેમીના ઘરે જઈ તોડફોડ કરી નાખી હતી, અને પ્રેમિકાની માતા પર ધોકા વડે હુમલો કરી ઇજાગ્રસ્‍ત બનાવી હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોળ ટાઉનમાં રામપાર્ક-એ માં રહેતી જાનવીબેન હેમાંગભાઈ દવે નામની ૪૨ વર્ષની મહિલાએ પોતાના ઉપર બેઝબોલના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે ઉપરાંત પોતાની બારીના  ધોકા ફટકારી નુકસાની પહોંચાડવા અંગે, તેમજ ઘરના ફળિયામાં પડેલા બુલેટ મોટરસાયકલની ટાંકીમાં પણ ધોકા વાળી કરી નુકસાની પહોંચાડવા અંગે ધ્રોલમાં ખત્રીના ચોરા પાસે રહેતી ગીતાબેન ધર્મેન્‍દ્રભાઈ આશા નામની મહિલા સામેં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આજથી બે માસ પહેલાં ફરીયાદી જાનવીબેનના પુત્રએ આરોપી મહિલા ગીતાબેન ની પુત્રી સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા, જેનું મન દુઃખ રાખીને ગઈકાલે ગીતાબેન ના ઘરે ઘસી જઈ, હંગામો મચાવી હુમલો કર્યાનું પોલીસમાં જાહેર કરાયું છે. જેમાં ધ્રોળ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:30 PM IST)