તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
જુનાગઢ જેલના કાચા કામના કેદીનું રાજકોટ સિવિલમાં સારવારમાં મોત
જુનાગઢ જેલના કાચા કામના કેદીનું રાજકોટ સિવિલમાં સારવારમાં મોત

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ જિલ્લા જેલમાં આવ્યા ત્રણ દિવસમાં કાચા કામના કેદીનું બીમારી સબબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મળત્યુ નીપજ્યું હતું.
સુત્રાપાડા પોલીસ સ્ટેશનના દારૂના કેસમાં ૪૫ વર્ષીય પ્રકાશ ઉર્ફે પપ્પુ જેઠાભાઈ ગોપવાની ગત તા. ૨૪ ડિસેમ્બરના રોજ જુનાગઢ જિલ્લા જેલમાં ધકેલાયો હતો. બીજા દિવસે એટલે કે તા. ૨૫ ડિસેમ્બરના રોજ તબિયત લથડતા જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાંથી રાજકોટ સિવિલમાં રિફર કરવામાં આવતા શુક્રવારે સારવાર દરમિયાન મળત્યુ નિપજ્યું હતું.
જેલના સુત્રોએ જણાવ્યું હતું કે, મળતક કાચા કામનો કેદી પ્રકાશ ઉર્ફે પપ્પુને બ્લડપ્રેશર, ડાયાબિટીસ સહિતની બીમારી હતી. આ અંગે જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
