<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

શાલીન વ્‍યકિતત્‍વ અને કુશળ અર્થશાસ્‍ત્રી ગુમાવ્‍યાઃ દિલીપભાઇ સંઘાણીએ મનમોહનસિંઘને શ્રધ્‍ધાંજલી અર્પી

 

 (અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૨૮: ભારતની અર્થ શકિતને સમળધ્‍ધ કરવાનું કામ શાલીન વ્‍યકિતત્‍વ અને કુશળ અર્થશાષાી, બહુમુખી પ્રતિભાસંપન્ન પરમ આદરણિય પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ એ સફળ રીતે દેશને આપ્‍યું આજે આપણી વચ્‍ચે તેઓ નથી તેમના સ્‍વર્ગારોહનને મારી વિનમ્ર શ્રધ્‍ધાંજલી અપું છુ તેમ પૂર્વ કેબીનેટ મંત્રી-ઈફકો ચેરમેન દિલીપભાઇ સંઘાણીએ સદ્‌ગત  આત્‍માને શ્રધ્‍ધાંજલી પાઠવતા જણાવ્‍યુ હતું.  સંઘાણીએ વધુમા જણાવેલ કે, ડો.મનમોહનજીની સેવાઓ આર્થીક અને સામાજીક ક્ષેત્રે છવાયેલી છે તેમના જવાથી સમગ્ર દેશ શોકાતુર છે, સિંઘ ના પરિવારજનો પ્રતિ મારી સંવેદના વ્‍યકત કરવા સાથે સદ્ગતના દિવ્‍ય આત્‍મા મોક્ષપ્રાપ્ત કરે તેવી વિનમ્ર શ્રધ્‍ધાંજલી અર્પિત કરૂ છું તેમ અંતમા સંઘાણીએ જણાવેલ છે. 

(1:48 PM IST)