<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

શિયાળાની સિઝનમાં ફળોના ભાવમાં ફેરફાર : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તરબૂચના ભાવ નીચા

મોસંબીનો ભાવ 400થી 800, જામફળ 400થી 1000, દાડમ 500થી 1600, સફરજન 1500થી 2500, ચીકુ 600થી 900 સુધી બોલાયા

રાજકોટ :વર્ષ દરમિયાન સિઝન પ્રમાણે ફળોની આવક અને ઉત્પાદનના આધારે તેના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. જેમાં ખાસ કરીને શિયાળાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર થતા હોય છે. આજે જાણો  ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ફળના ભાવ વિશેની માહિતી

આજે ગોંડલ માર્કેટિંગયાર્ડમાં મોસંબીનો ભાવ 400થી 800, જામફળ 400થી 1000, દાડમ 500થી 1600, સફરજન 1500થી 2500, ચીકુ 600થી 900, સીતાફળ 300થી 800, બોર 400થી 1100, કેળા 510થી 540 અને તરબૂચ 70થી 140 જોવા મળ્યો છે.

(7:11 PM IST)