તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
ભુજમાં બેફામ કાર ચાલકે બાઇકને ઉડાડી: ૨ યુવાનોના મોત : હૈયું હચમચાવી દે તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ :જુઓ વિડીયો

ભુજ::રાજ્યમાં પૂર સ્પીડે કાર ચલાવતા ચાલકો હવે લોકો માટે મોતનું કારણ બની રહ્યા છે. ભુજના એરપોર્ટ રોડથી કોડકી ગામે બાઈક ઉપર ટ્રિપલ સવારીમાં જઈ રહેલ શ્રમજીવી યુવાનોને હાઇ સ્પીડ કારે ઉલાળતા બે યુવાનના કરુણ મોત નિપજ્યા છે. એક ગંભીર છે. કારચાલક ફરાર છે. આ બનાવે અરેરાટી સાથે પોલીસ, આરટીઓ સહિતના તંત્રોની ટ્રાફિક કામગીરી સામે સવાલો સર્જ્યા છે. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
