News of Sunday, 29th December 2024
ગોંડલનાં મોટા મહીકા ગામે ખંઢેર જેવા મકાનમાંથી અર્ધબળેલી હાલતમાં પુરુષની લાશ મળી :જુઓ વિડીયો
એલસીબી તાલુકા પોલીસ સહિતનો કાફલો મોટા મહીકા દોડી ગયો:મૃતદેહ ફોરેન્સિક પીએમમાં મોકલાયો :હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય સર્જાયુ

ગોંડલ તાલુકાનાં મોટા મહીકા ગામે ખંઢેર બનેલા રહેણાંક મકાનમાંથી અડધી સળગેલી હાલતમાં પુરુષની લાશ મળી આવતા તાલુકા પોલીસ તથા એલસીબી મોટા મહીકા દોડી ગઇ હતી.અને બનાવ શંકાસ્પદ હોય મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો હતો.
સાંજે ખંઢેર જેવા મકાનમાં અર્ધ સળગેલી લાશ પડી હોવાની જાણ પોલીસને થઈ હતી.ઉપરાંત ગોંડલથી સેવાભાવી યુવાનો જય માધડ સહિત એમ્બ્યુલન્સ લઈ મોટા મહીકા દોડી ગયા હતા.
ગ્રામજનોનાં કહેવા મુજબ મૃતકનું નામ હસમુખભાઈ મુળશંકર વ્યાસ ઉ.46 છે.હાલ રાજકોટ સદગુરુ સોસાયટી મોરબી રોડ પર રહે છે.વધુમાં મૃતકે બે લગ્ન લગ્ન કર્યા છે.પહેલા લગ્નથી સંતાનમાં એક દિકરો તથા દિકરી છે.બીજી પત્નિ સાથે રાજકોટ રહે છે.ખંઢેર બનેલુ મકાન તેના બાપદાદા સમયનું છે.પણ કોઇ રહેતુ નથી.
મૃતક 26 ડિસેમ્બરનાં મોટા મહીકા આવ્યો હતો.અને આજુબાજુ પાડોશી પાસેથી કેથળો માંગ્યો હતો.
તે અવારનવાર ગામમાં માતાજીનો મઢ હોય દર્શન કરવા આવતો હતો.
એ તાલુકા પીઆઇ જે.પી.રાવે જણાવ્યુ કે મૃતક ઘટના સ્થળેજ સળગ્યો છે.ખંઢેર જેવા રહેણાંક માં જ્યાં સળગ્યો છે.ત્યાં નજીકનાં વૃક્ષનાં પાંદળા સળગેલા છે.મૃતકે આત્મહત્યા કરી કે કોઈ એ તેની સળગાવી દઇ હત્યા કરી એ અંગે પોલીસે તપાસ નાં ચક્રોગતિમાન કર્યા છે.
બનાવ નું કારણ ફોરેન્સિક રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે તેવું જણાવ્યુ હતુ.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
