News of Sunday, 29th December 2024
મોરબીના રવાપર રોડ પર બાઈક સ્ટંટ કરનાર ઝડપાયો, પોલીસે સરઘસ કાઢ્યું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : શહેર અને જીલ્લામાં બાઈક સ્ટંટ કરતા વિડીયો એક બાદ એક વાયરલ થઇ રહ્યા છે જેમાં રવાપર રોડ પર એક ઇસમ બાઈક પર સુઈને જોખમી સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો જે આરોપીનું સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું.
મોરબીના રવાપર રોડ પર એક ઇસમ બાઈક પર જોખમી સ્ટંટ કરતો હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કરી પોતાની તેમજ અન્યની જિંદગીને જોખમમાં મુકનાર ઇસમની પોલીસે શોધખોળ હાથ ધરી હતી જે વાહન નંબરને આધારે પોલીસે આરોપી મંજુરહુશેન અશરફખાન પઠાણ નામના ઈસમને દબોચી લીધો હતો અને આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
