<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

મોરબીના પીપળી રોડ પર મકાનમાંથી પોલીસે દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના પીપળી રોડ પર સાનિધ્યપાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાં દારૂનો દરોડા પાડ્યા બાદ ગજાનંદ સોસાયટીમાં પણ દારૂનો દરોડા પાડીને બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન પીપળી રોડ પર સાનિધ્યપાર્ક સોસાયટીમાં રહેતા પીરાભાઇ જોધાભાઈ બોહકિઆના રહેણાંક મકાનમાં આરોપી અશોકભાઈ ભાવાભાઈ સોલંકીએ  થેલામાં વિદેશી દારૂની બોટલ નંગ ૩૬ કીમત રૂ.૩૬૦૦ આરોપી મહાવીરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા પાસેથી લાવીને આરોપી પીરાભાઇને આપવા આવતા પોલીસે ઝડપી પાડી દારૂનો મુદામાલ કબજે કરી આરોપી અશોકભાઈ ભાવાભાઈ સોલંકીને ઝડપી પાડ્યો હતો તો પીરભાઈ બોહકિયા ને મહાવીરસિંહ વાઘેલા હાજર ના મળી આવ્યા હતા.

તો પોલીસે વધુ તપાસ દરમિયાન પીપળી રોડ પર ગજાનંદ સોસાયટીમાં મહાવીરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાના રહેણાંક મકાનની બાજુમાં આવેલ બંધ મકાનમાં દરોડા પાડીને ત્યાંથી વિદેશી દારૂનો જથ્થો ૪૯૬ કીમત રૂ.૪૯૬૦૦ નો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધીર છે.


 

(10:16 AM IST)