તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Sunday, 29th December 2024
વિસાવદરમાં ઇકોઝોનના મામલે બે પૂર્વ ધારાસભ્યો ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડીયા
ખેડૂતોની છાતી પર પગ મુકી કેમ રાજકીય રોટલા શેકો છો, ઇકોઝોન તો ર૦૧૬ થી લાગુ છે, ખેડૂતોને શું તકલીફ થવાની છે તેની માહિતી કોઇ આપતુ નથી, જેવા પ્રહારો કરવામાં આવ્યા

વિસાવદરઃ ઇકો ઝોન મામલે રાજકારણ ગરમાયું છે. વિસાવદર બેઠકના એક પૂર્વ ધારાસભ્યએ બીજા પૂર્વ ધારાસભ્ય પર આકરા પ્રહારો કર્યા છે. ભૂપત ભાયાણીએ કહ્યું કે, ઇકોઝોનનો મુદ્દો માત્ર રાજકીય મુદ્દો બની ન જાય અને ખેડૂતનું કોઈ પ્રકારે અહિત ન થાય એવી વાત કરવી જોઈ. નહીં કે ઇકોઝોનના મુદ્દે અને ખેડૂતોના ખભે રાજકીય રોટલા શેકવાની વાત કરવી જોઈએ ઇકોઝોન મુદે ખેડૂતોને યોગ્ય જાગકારી અને માર્ગદર્શન આપવાની જરૂર છે. અને પોલિટિકલ મુદ્દો ન બને તેવી વાત કોઈપણ આગેવાને કરવી પડશે. ઇકોઝોન મુદ્દે નીકળી પડેલ નેતાઓને પૂછવા માંગું કે, ખેડૂતોની અને વિસ્તારની એટલી ચિંતા હોય તો વિસાવદર વિધાનસભાને મસમોટું નુકશાન અમુક લોકોની ભૂલના કારણે થાય છે.
એક તરફ ઇકો ઝોનને લઈ દિવસેને દિવસે રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ હવે વિસાવદર બેઠકના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા હર્ષદ રિબડીયા અને ભાજપના જ નેતા અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી વચ્ચે હવે શાબ્દિક યુદ્ધ જામ્યું છે. ગઈકાલે મોટી મોણપરી ગામે ઇકો સેન્સિટિવ ઝોન વિરુદ્ધ ખેડૂતો દ્વારા મહાસંમેલન યોજાયું હતું. જેમાં AAP નેતા પ્રવીણ રામ, પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા, ગોપાલ ઇટાલિયા અને પરેશ ગોસ્વામી સહિત કેટલાક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેને લઈને ભૂપત ભાયાણીએ હર્ષદ રિબડીયા પર નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, 2016 થી ઇકો ઝોન છે ત્યારે વિરોધ કેમ ન કર્યો.
ભૂપત ભાયાણીએ કહ્યું કે, ખેડૂતોના હિતના મુદ્દે અને સરકાર અને ભાજપને એન કેન પ્રકારે બદનામ કરવાના ઈરાદાથી અમુક લોકો હમણાં નીકળી પડ્યા છે. ઇકોઝોન તો 2016થી લાગુ છે અને 300 કરતાં વધુ ગામો ઇકો ઝોનમાં આવે છે. નવી ગાઈડલાઇન મુજબ 196 ગામમાં ઇકોઝોન લાગુ થયો છે. ખેડૂતોને શું તકલીફ થવાની છે. ખેડૂતોને કોઈ માહિતી આપતું નથી. પણ તમારી જમીન જતી રહેશે. મોટા ઉધ્યોગપતિઓ આવશે અને તમને વોચમેન તરીકે રાખશે. આવી વાતો કરી લોકોને ભ્રમિત કરે છે.
ભૂપત ભાયાણીએ કહ્યું કે, ઇકોઝોનનો મુદ્દો માત્ર રાજકીય મુદ્દો બની ન જાય અને ખેડૂતનું કોઈ પ્રકારે અહિત ન થાય એવી વાત કરવી જોઈ. નહીં કે ઇકોઝોનના મુદ્દે અને ખેડૂતોના ખભે રાજકીય રોટલા શેકવાની વાત કરવી જોઈએ ઇકોઝોન મુદે ખેડૂતોને યોગ્ય જાગકારી અને માર્ગદર્શન આપવાની જરૂર છે. અને પોલિટિકલ મુદ્દો ન બને તેવી વાત કોઈપણ આગેવાને કરવી પડશે. ઇકોઝોન મુદ્દે નીકળી પડેલ નેતાઓને પૂછવા માંગું કે, ખેડૂતોની અને વિસ્તારની એટલી ચિંતા હોય તો વિસાવદર વિધાનસભાને મસમોટું નુકશાન અમુક લોકોની ભૂલના કારણે થાય છે. પ્રતિનિધિઓથી વિહોણો વિસ્તારને રાખવામાં આવ્યો છે. તમારી અંદર રાજકીય ખેલદિલી કેમ નથી. તમે ખેડૂતોના ખંભે બંધુક રાખી કેમ ફોડો છો. ખેડૂતોની છાતી પર પગ મૂકી કેમ રાજકીય રોટલા શેકો છો. એક વર્ષથી વિસ્તારને બાનમાં લીધો છે. 1 વર્ષમાં વિસ્તારને જે નુકશાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
