<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

‘ઘેર જાવુ ગમતુ નથી...'સિદસર મહોત્‍સવનો વિરામઃ હજારો સ્‍વયંસેવકોએ વિદાય લીધી

ઉમાધામ સિદસર મહોત્‍સવમાં ગામે-ગામથી સેવા આપવા આવેલા સ્‍વયંસેવકો યાદગાર પળોને લઇને વતન રવાના થયા

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી, તા. ૩૦:  ઉમાધામ સીદસર માં સતત પાંચ દિવસ સુધીમાં ઉમાં મહોત્‍સવ માં નું તેડું પંચોત્‍સવ કાર્યક્રમ માં ભવ્‍ય દિવ્‍ય આયોજન સાથે સંપન્ન થયેલ છે ત્‍યારે લાખો યાત્રિકોએ માંના શ્રી ચરણોમાં શીશ જુકાવી માંનો પ્રસાદ આરોગી મહોત્‍સવમાં ખુબ મનોરંજન મેળવેલ છે ભવ્‍યાતિભવ્‍ય આયોજનમાં કરોડો રૂપિયા દાતાશ્રીઓ દ્વારા દાનમાં અપાયેલ છે.

લાખો યાત્રિકોએ મહોત્‍સવમાં ભાગ લીધો છે પરંતુ સઘળી સુચારુ વ્‍યવસ્‍થા સાથે દરેકે યાત્રિકોને સુરક્ષિત સલામત રીતે મહોત્‍સવ માં પહોંચાડી માતાજીના દિવ્‍ય દર્શન માં નો પ્રસાદ સાથે મનોરંજન મેળા કે બાલનગરી કે યજ્ઞશાળા ના દર્શન સાથે માતાજીની મહાઆરતીનો દિવ્‍ય લાભ તમામ યાત્રિકોને  સુવ્‍યવસ્‍થિત સુવિધાઓ પુરી પાડનાર દરેકને સંતોષ પૂર્વક માતાજીના આ અલોકિક મહોત્‍સવમાં શાન્‍તિ અને સુખદ અનુભવ અપાવનાર હજારો સ્‍વયંમ સેવકોની વિશાળ ફોજને જેટલાં પણ અભિનંદન આપવા ઘટે તેવી સખત અને ઉમંગપૂર્વકની જહેમત સ્‍વયંમ સેવકોએ બજાવી હોય. તમામ સ્‍વયંમ સેવકોને દિલથી સલામ કરવી પડે તેવી જહેમત આ સ્‍વયંમ સેવકોએ ઉઠાવતા કોઈપણ સ્‍થળે કોઈ દુર્ઘટિત ઘટના કે અવ્‍યવસ્‍થા ના સર્જાઈ તેની પુરી તકેદારી પોલીસ જવાનો સાથે નિભાવી પોલીસ સ્‍ટાફને પૂરતો સહયોગ પૂરો પાડ્‍યો છે.

સતત રાત દિવસ ઘરબાર છોડી યાત્રિકોની ચિંતા કરી ખડેપગે પોતાની ફરજ નિષ્ઠા અને બિનસ્‍વાર્થ નિભાવી જે ધન્‍યવાદને પાત્ર છે તમામ ઉપર માતાજીના દિવ્‍ય આશિસ બની રહે તેવી દરેક માઇભક્‍તો એ પ્રાર્થના કરેલ છે. આ તકે મોટી પાનેલી બાયપાસ પાસે રોડ વચ્‍ચે સખત ઠંડીમાં યાત્રિકોને રાહ ચીંધી ટ્રાફિક સમશ્‍યા ના સર્જાઈ તેવી સુંદર કામગીરી બજાવતા સ્‍વયંમ સેવકો કાલે અંતિમ દિવસે ભવ્‍ય દિવ્‍ય મહોત્‍સવની યાદોને પોતાના હૃદયમાં કંડારી યાત્રિકોને વિદાય કરતા જોવા મળેલ સાથે જ  રસિયા રૂપાળા રંગ રેલીયા.... ઘેર જાવુ ગમતું નથી....  ના ગીત સાથે સ્‍વયંસેવકો પોતાના વતન રવાના થયા હતા.

(11:18 AM IST)