<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

મોરબીના ઢુવા ચોકડીએ બબલી સ્‍પામાં બટાઝટીઃ સંચાલક જીવણ પર હુમલો

મિત્રો પરિચીતોએ નજીવી વાધે ધારીયા-ધોકાથી હુમલો કર્યાનું રટણ

રાજકોટ તા. ૩૦: મોરબીના મહેન્‍દ્રનગરમાં રહેતાં યુવાન પર તે રાતે ઢુવા ચોકડીએ માટેલ રોડ પર આવેલા પોતાના બબલી સ્‍પા ખાતે હતો ત્‍યારે તેના જ મિત્રો, પરિચીતોએ ઝઘડો કરી ધારીયાથી હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે.

જાણવા મળ્‍યા મુજબ મહેન્‍દ્રનગરમાં રહેતો જીવણભાઇ બચુભાઇ ચાવડા (ઉ.વ.૩૫) નામનો યુવાન રાતે ઢુવા ચોકડીએ દલવાડી હોટેલ-બબલી સ્‍પા ખાતે હતો ત્‍યારે પ્રવિણ મનસુખભાઇ, અમિત સારલા અને અજાણ્‍યાએ ઝઘડો કરી ગાળો દઇ ધારીયાથી હુમલો કરતાં લોહીલુહાણ થઇ ગયો હતો. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં આરોપીઓ ભાગી ગયા હતાં. જીવણભાઇને વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇએ જાણ કરતાં વાંકાનેર તાલુકા પોલીસે રાજકોટ આવી ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. જીવણભાઇએ નજીવી બાબતે બોલાચાલી થતાં હુમલો થયાનું કહ્યું હતું.

(11:37 AM IST)