News of Monday, 30th December 2024
શકિતશાળી રાષ્ટ્રનાં નિર્માણ માટે ૮ શકિત કેળવવી જોઇએ : સ્વામી પૂ. ધર્મબંધુજી
ઉપલેટા તાલુકાના પ્રાંસલામાં આયોજીત રપમી રાષ્ટ્રકથા શિબિરનો આજે ત્રીજો દિવસ : ભારતમાં સદીઓથી કર્મ આધારિત વ્યવસ્થા હતી : જન્મ આધારિત જાતિપ્રથા અંગ્રેજ કુશારાનની દેન : નિવૃત્ત જનરલ જી.ડી. બક્ષી : આજનું ભારત સુરક્ષાની બાબતમાં કોઇ બાંધછોડ કરતુ નથી : શષાોની નિકાસ કરે છે : કેન્દ્રીય રક્ષામંત્રી સંજીવ શેઠ : સંવિધાન માત્ર કાયદાનો ગ્રંથ નહીં : પ્રત્યેક નાગરિકને સમાન પણે વિકસવા માટેનો અધિકાર આપતો જીવંત, માર્ગદર્શન ગ્રંથ છે : જસ્ટીસ બસંત બાલાજી

(દિનેશ પરમાર દ્વારા) ઉપલેટા, તા. ૩૦ : ઉપલેટા તાલુકાના પ્રાંસલા મુકામે ગઇકાલથી શરૂ થયેલ ૨૫મી રાષ્ટ્રકથા શિબિરના દ્વિતીય દિવસના પ્રવચન સત્રને સંબોધીત કરવા આજે કેન્દ્રના રક્ષા રાજય મંત્રી સંજીવ શેઠ, કેરાલા હાઇકોર્ટના જસ્ટીસ બસંત બાલાજી, વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતીના સભ્ય ડૉ. સંજીવ સાન્યાલ, નિવળત જનરલ જી. ડી. બક્ષી, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના ડીઆઇજી પંકજ અગ્રવાલ, કોચીથી આવેલ કર્મશીલ સી. રાજ ગોપાલ મુથુ, પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહયા હતા.
નિવળત જનરલ જી.ડી.બક્ષીએ ભારત પર વિદેશી આક્રમણખોરોના સાતમી સદીથી આઝાદીના લડાઈ સુધીની ઐતિહાસિક તવારીખ વિશે વિશદ છણાવટ કરતાં જણાવેલ કે, સાતમીથી દસમી સદી સુધી અફઘાનિસ્તાન પર શાસન કરતાં તત્કાલીન શાસકો આ આક્રમણોને ખાળવામાં સફળ રહ્યા પરંતુ અગિયારમી સદી પછી વિદેશી આતતાયીઓ ભારત પર આક્રમણ કરવામાં સફળ રહ્યા. જેમાં સૌથી ક્રુર શાસન અંગ્રેજોનું રહયુ કે જેમણે અનાજના બદલે અફીણ અને ગળીની ખેતી કરાવીને ૧૧ વખત માનવસર્જિત દુષ્કાળ સર્જયો હતો. જેમાં ૪ કરોડ જેટલા દેશના નાગરિકોએ જીવન ગુમાવ્યા હતા.
સ્વામી ધર્મબંધુજીએ શિબિરાર્થીઓને પ્રેરક સંબોધન કરતાં શક્તિશાળી રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રત્યેક વ્યક્તિએ આઠ પ્રકારની શક્તિ કેળવવા ઉદાહરણ સાથે સમજાવ્યું હતું. જેમાં નૈતિકતા આધારિત જીવન, આચરણ દ્વારા પ્રમાણિકતા દર્શાવવી, સ્વંયશિસ્ત, સમય પાલન, અન્ય પ્રત્યે કરૂણા, રાષ્ટ્ર પ્રત્યે અનુપમ પ્રેમ, જ્ઞાનની સીમાઓ વિસ્તારવા સદૈવ અધ્યયનશીલ રહેવું, કાર્ય કરવાનું જનુન, કોઈની સાથે સરખામણી કર્યા વિના હંમેશા સ્વયં સાથે સ્પર્ધા કરીને પોતાની ક્ષમતાઓમાં વળધ્ધિકરો અને ઉણપોને દુર કરવા પ્રયત્નશીલ રહો.
કેરાલા હાઇકોર્ટના જસ્ટીસ બસંત બાલાજીએ જણાવ્યું હતું કે, વિવિધ ધર્મ, જાતિ, સંપ્રદાય, ભાષા, પ્રાંત હોવા છતાં ડૉ.આંબેડકર સાહેબ દ્વારા રચાયેલ સંવિધાનમાં સહુને સમાન મુળભુત અધિકારો બક્ષવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, માત્ર ભૌતિક સંપતિની પ્રાપ્તિથી જ રાષ્ટ્રનું નિર્માણ થતું નથી પરંતુ આ સાથે સંવિધાનમાં નિર્દિષ્ટ કરેલી મુળભુત ફરજોનો યોગ્ય રીતે અનુપાલન કરવાની આવશ્યકતા છે.
કેન્દ્રીય રક્ષા રાજય મંત્રી સંજીવ શેઠએ શિબિરાર્થીઓને સંબોધતાં જણાવેલ કે, આજનું ભારત એ નવું ભારત છે, જે સુરક્ષાની બાબતમાં કોઈ બાંધછોડ કરતું નથી, એ ડરતું નથી, પણ દેશની સુરક્ષા સાથે છેડ છાડ કરનારના ઘરમાં ઘુસીને મારે છે. આજે શષાો નિર્માણ માટે આત્મનિરર્ભર થઇને વિદેશમાં શષાોની નિકાસ કરી રહેલ છે. યુક્રેતા- રશિયાના યુધ્ધ દરમિયાન માત્ર ભરત જ નહીં વિશ્વના ૨૮ દેશોના વિદ્યાર્થીઓને સુરક્ષિત તેમના દેશમાં પહોંચાડવામાં નિમિત બન્યું હતું. કોરોના મહામારી દરમિયાન વિશ્વના દેશોને વિનામુલ્યે વેકસિન પહોંચાડીને માનવતાનો પરિચય આપ્યો હતો.
વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતીના સભ્ય ડૉ. સંજીવ સાન્યાલ એ સંબોધન કરતાં ભારત દેશની સંસ્કળતિ અને સભ્યતાનો પરિચય આપ્યો હતો. તેમજ સરસ્વતી નદીના માર્ગ વિશે વિસ્તળત છણાવટ કરી હતી. જયારે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના ડીઆઇજી પંકજ અગ્રવાલ એ કોઈ પણ ક્ષેત્રમાં રહીને રાષ્ટ્રહિતના કાર્યો થકી રાષ્ટ્ર ધર્મ નિભાવી શકાય છે. પરંતુ વર્દી પહેરનાર સૈનિક એ દેશ સેવા સાથે સીધી રીતે અને ૨૪ કલાક માટે સતત સેવારત રહે છે તેમ જણાવીને સૈનિકના જીવનમાંથી અનુશાસનના ગુણ ગ્રહન કરવા અનુરોધ કર્યો હતો. કોચીથી આવેલ કર્મશીલ સી. રાજ ગોપાલ મુથુ અને પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજાએ પણ શિબિરાર્થીઓને પ્રાસંગિક સંબોધન કર્યું હતું.
વિવિધ રાજયોના શિક્ષક મિત્રોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું.
રાત્રીના યોજાયેલ સાંસ્કળતિક કાર્યક્રમમાં વિવિધ રાજયોના શિબિરાર્થીઓએ તેમના રાજયની કલા-સંસ્કળતિના દર્શન કરાવ્યા હતા.
વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતીના સભ્ય શમિકા રાવ, કેરાલા હાઇકોર્ટના જસ્ટીસ એ. મુહમ્મદ મુસ્તાક અને કર્ણાટક હાઇકોર્ટના જસ્ટીસ પી. કિષ્ના ભાટ ઉપસ્થિત રહ્યા છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
