News of Monday, 30th December 2024
બે દિવસ ઠંડીમાં આંશિક રાહત જો કે છેતરામણી રહેશે?
૩૦ ડીસેમ્બરથી પાડોશી રાજય રાજસ્થાનમાં શીત લહેર અને ગાઢ ધુમ્મસની આઇએમડીની આગાહી- તેની અસર ઉતર ગુજરાતમાં અને થોડી સોૈરાષ્ટ્રમાં પણ જોવા મળશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૩૦: ભારતીય હવામાન વિભાગની સાપ્તાહિક ફોરકાસ્ટમાં આગામી ૩૦ તારીખથી દેશના ઉતરના અન્ય રાજયોની સાથે આપણું પાડોશી રાજય રાજસ્થાનમાં પણ રાજયભરમાં ભારે ધુમ્મસ અને કોલ્ડવેવ અર્થાત શીત લહેર છવાઇ જવાનું દર્શાવેલ છે. જેની અસર ઉતર ગુજરાત ઉપરાંત એન્ટી સાયકલોનના કારણે ગુજરાતના સોૈરાષ્ટ્રમાં પણ થોડી વધુ જરૂર થઇ શકે છે. સ્કાયમેટના વાઇસ પ્રેસિડેન્ટ અનુસાર સોૈરાષ્ટ્રમાં પણ ધુમ્મસ અને શીતલહેરની અસર રાજસ્થાનથી થોડી ઓછી પણ છવાઇ જરૂર શકે છે.
એકંદરે વર્ષ ૨૦૨૫નું આગમન શીતલહેર સાથે થવાનું ચોકકસ છે. મહેશ પલાવત અનુસાર આવી રહેલી વધુ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં છઠ્ઠી તારીખે ઉતરના રાજયોમાં છવાઇ જનારૂ ડબલ્યુ ડી પ્રમાણમાં સ્ટ્રોંગ હશે. આગામી ૧થી૬ જાન્યુઆરી ૨૦૨૫ સુધી ઉતરના રાજયોમાં સતત હીમવર્ષા થનારી છે. પોષ મહિનો પણ શરૂ થઇ રહયો હોઇ, ગુજરાત- સોૈરાષ્ટ્ર આગામી દિવસોમાં અર્થાત વર્ષ ૨૦૨૫ના પ્રારંભ પૂર્વે જ અતિભારે ઠંડીની આગોશમાં ઠુંઠરાઇ રહ્યા હશે. વર્તમાને એક-બે દિવસ ઠંડીમાં આંશિક રાહત જેવું લાગે પરંતુ આ રાહત છેતરામણી સાબિત થશે. નવા વર્ષના જાન્યુઆરી માસનો પ્રથમ દસકો ટાઢોબોળ રહેવાનો છે. સોૈરાષ્ટ્રમાં આ સમયગાળામાં કદાચ વિતોો વર્ષની સરખામણીએ રેકર્ડબ્રેક ઠંડી પણ નોંધાઇ શકે છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
