<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

ઉનાની સરકારી હોસ્‍પિટલમાં ર૪ કલાકમાં ૧પ સગર્ભાઓની સફળ ડીલીવરી

ધારાસભ્‍ય કાળુભાઇ રાઠોડ સરકાર હોસ્‍પિટલે દોડી જઇને તબીબો નર્સિંગ સ્‍ટાફ તથા માતાઓને શુભેચ્‍છા પાઠવીને તબીયત અંગે પુછયુઃ સ્‍ટાફની ઉત્‍કર્ષ કામગીરીને બિરદાવી

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૩૦ :.. સરકારી હોસ્‍પિટલમાં ર૪ કલાકમાં ૧પ સગર્ભાઓની ડોકટરોએ સફળ ડીલીવરી કરાવી આપી હતી. આ ડીલીવરી કેસોમાં ૧૦ ડીલીવરી નોર્મલ અને પ ડીલીવરીમાં સીઝરીયન  કરવામાં આવ્‍યું હતું.  સરકારી હોસ્‍પિટલમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ ડીલેવરી કરવામાં આવી. તેમાંથી ૫ ડિલેવરી સીઝરીયન અને ૧૦ ડિલેવરી નોર્મલ થઈ હતી. આ અંગેની જાણ ધારાસભ્‍યશ્રી કાળુભાઈ રાઠોડને થતા સરકારી હોસ્‍પિટલ ની મુલાકાત લીધી. અને સરકારી હોસ્‍પિટલની સરાહનીય કામગીરીને જોઈને  ધારાસભ્‍યશ્રી કાળુભાઈએ તબીબોને, સ્‍ટાફને, ર્નસિંગ સ્‍ટાફને શુભેચ્‍છાઓ પાઠવી હતી.

તમામ માતાઓ ને પણ શુભેચ્‍છાઓ પાઠવી હતી. આ તકે અધિક્ષક ડોક્‍ટર મિશ્રા,સ્ત્રી રોગ નિષ્‍ણાંત ડોક્‍ટર ઉલ્લાસ, ડોક્‍ટર ગુજ્જર સાહેબ, બાળ રોગ નિષ્‍ણાંત ડોક્‍ટર જાલોન્‍ધરા સાહેબ, ડોક્‍ટર યોગેશ ગુજ્જર સાહેબ સહિતના તબીબો ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:54 AM IST)