News of Monday, 30th December 2024
મોરબીમાં વ્યાજ અને દારૂના ગુન્હામાં સંડોવાયેલા બે શખ્સોને ‘પાસા'માં ધકેલાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૩૦: મોરબીમાં વ્યાજ અને દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયા હતા.
મોરબી સીટી એ ડીવીઝન વિસ્તારમાં વ્યાજ વટાવના ગુનામાં અવારનવાર પોલીસે પકડેલ મોહન ઊર્ફે શિવમ ભગવાનજીભાઈ ભૂંભરીયા ઉ. ૨૯ અંબિકા સોસાયટી, ત્રાજપર ચોકડી પાસે તથા દારૂના ગુનામાં અવારનવાર પકડાયેલ અકરમ મહેબૂબશા શાહમદાર ઉ. ૨૨ રહે. મકરાણીવાસ મદીના મસ્જીદ પાસે બન્ને વિરૂધ્ધ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પાસા પ્રપોઝલ મંજુર કરી, પાસા વોરંટ ઈશ્યુ કરેલ હોય મોહનને જૂનાગઢ જેલ હવાલે તેમજ અકરમને વડોદરા જેલ મોકલવામાં આવેલ છે.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
