News of Monday, 30th December 2024
જામનગર ખાતે રહેતા મુળી ચોવીસી પરિવારનો ચતુર્થ પ્રતિભા સન્માન અને સ્નેહમિલન સમારોહ યોજાયો : મૂળી યુવરાજ રણજીતસિંહજી પરમાર, ધારાસભ્ય રિવાબા જાડેજા તથા ઉદ્યોગપતિ સરદારસિંહ જાડેજાએ શિક્ષણ થકી સમાજ ઉન્નતિનો મંત્ર આપ્યો
વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલ યુવાઓને તથા અભ્યાસમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા પ્રોત્સાહક ઇનામો આપી મહાનુભવોના હસ્તે સન્માનિત કરાયા

મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૦ : શહેરના ગીતામંદિર ખાતે જામનગરમાં વસવાટ કરતા મૂળી ચોવીસીના પરમાર ક્ષત્રિય સમાજના પરિવારોનો ચતુર્થ પ્રતિભા સન્માન અને સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.જેમાં ઉપસ્થિત રહેલ મૂળી સ્ટેટના યુવરાજ રણજીતસિંહજી પરમાર, ધારાસભ્ય રિવાબા જાડેજા તથા અગ્રણી ઉદ્યોગપતિ સરદારસિંહ જાડેજાએ શિક્ષણના માધ્યમથી સમાજને ઉન્નત થવા અને દેશના વિકાસમાં સહભાગી બનવા હાકલ કરી હતી. તેમજ આપણાં ભવ્ય ઇતિહાસમાંથી બોધપાઠ લઈ સમાજમાં એકતા જાળવવા અને પરસ્પર એકબીજાને મદદરૂપ થઈ સમગ્ર સમાજને સફળતાના શિખરો સર કરવા આહવાન કરી જરૂરી માર્ગદર્શન પુરૂ હતું.આ તકે અતિથિ વિશેષ તરીકે જામનગર રાજપૂત સમાજ યુવા પ્રમુખ જગદીશસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજાની પણ પ્રેરક ઉપસ્થિત રહી હતી.
કાર્યક્રમ દરમિયાન વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલ યુવાઓને તથા અભ્યાસમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા પ્રોત્સાહક ઇનામો આપી મહાનુભવોના હસ્તે સન્માનિત કરાયા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ઉપપ્રમુખ સહદેવસિંહ પરમાર, મંત્રી રઘુવીરસિંહ પરમાર, સહમંત્રી કુલદીપસિંહ પરમાર, ખજાનચી મયુરસિંહ પરમાર, કારોબારી ગિરિરાજસિંહ પરમાર, ગજેન્દ્રસિંહ પરમાર, અભિજીતસિંહ પરમાર, રામદેવસિંહ પરમાર, ક્રિપાલસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ પરમાર, મહેન્દ્રસિંહ પરમાર વગેરેએ જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરમાર ક્ષત્રિય સમાજ ગુજરાતના ઉપ પ્રમુખ શ્રી ઇન્દ્રજીતસિંહ પરમારે કર્યું હતું.તેમજ બહોળી સંખ્યામાં મૂળી ચોવીસીના ભાઈઓ-બહેનો તથા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને દિપાવ્યો હતો.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
